Coronavirus Update: આજે નોંધાયા કોરોનાના 7081 નવા કેસ, ઓમિક્રોનથી 145 લોકો થયા સંક્રમિત
દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ યથાવત છે. મોટી વાત એ છે કે હવે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 7 હજાર 81 નવા કેસ નોંધાયા છે. ત્યારે 264 લોકો મૃત્યુ પામ્યા હતા.
નવી દિલ્હી: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ યથાવત છે. મોટી વાત એ છે કે હવે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 7 હજાર 81 નવા કેસ નોંધાયા છે. ત્યારે 264 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 145 કેસ નોંધાયા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
અત્યાર સુધીમાં 4 લાખ 77 હજાર 422 લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં હવે સક્રિય કેસોની સંખ્યા 83 હજાર 913 છે. જ્યારે આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 77 હજાર 422 થઈ ગઈ છે. આંકડા અનુસાર ગઈકાલે 7469 રિકવરી થઈ હતી, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 41 લાખ 78 હજાર 940 લોકો સાજા થઈ ગયા છે.
Omicron ના કારણે ત્રીજી લહેર નક્કી, આ મહિને પીક પર, કોવિડ સુપરમોડલ પેનલની ચેતવણી
અત્યાર સુધીમાં 137 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 137 કરોડથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 76 લાખ 54 હજાર 466 ડોઝ આપવામાં આવ્યા હતા, અત્યાર સુધીમાં રસીના 137 કરોડ 46 લાખ 13 હજાર 252 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 145 કેસ નોંધાયા
દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) ની આફત વધી રહી છે. અત્યાર સુધીમાં કુલ 145 કેસ નોંધાયા છે.
ભારતમાં કુલ કેસ- 145
મહારાષ્ટ્રમાં 48
દિલ્હીમાં 22
તેલંગાણામાં 20
રાજસ્થાનમાં 17
કર્ણાટકમાં 14
કેરળમાં 11
ગુજરાતમાં 7
યુપીમાં 2
આંધ્ર પ્રદેશમાં 1
ચંદીગઢમાં 1
તમિલનાડુમાં 1
પશ્વિમ બંગાળમાં 1
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube