ઓમિક્રોનના ખતરાને જોતા કેન્દ્રએ છ રાજ્યોને લખ્યો પત્ર, કોરોનાના વધતા કેસ પર વ્યક્ત કરી ચિંતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમિલનાડુ, કર્ણાટક, કેરલ, ઓડિશા, મિઝોરમ અને જમ્મુ-કાશ્મીરને પત્ર લખીને કોરોનાના વધતા કેસને કાબુમાં કરવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સાથે સાથે વધુ રસીકરણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકાર આ મુદ્દા પર રાજ્ય સાથે સતત સંપર્ક કરી રહી છે અને મામલા પર નજીકથી નજર રાખી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે છ રાજ્યોને પત્ર લખીને કોરોનાના મામલા પર ચેતવણી આપી છે. સાથે સંક્રમણને રોકવા માટે જરૂરી પગલા ઉઠાવવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે પત્ર લખી આ રાજ્યોમાં કોરોનાના નવા મામલા પર ચિંતા વ્યક્ત કરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમિલનાડુ, કર્ણાટક, કેરલ, ઓડિશા, મિઝોરમ અને જમ્મુ-કાશ્મીરને પત્ર લખીને કોરોનાના વધતા કેસને કાબુમાં કરવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સાથે સાથે વધુ રસીકરણ કરવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં રાજ્યોએ યોગ્ય કોવિડ વ્યવહાર અપનાવવા માટે જરૂરી પગલા ભરવાનું કહ્યું છે. સરકારે આ રાજ્યોના કેટલાક જિલ્લામાં સંક્રમણના વધતા કેસ, સાપ્તાહિક સંક્રમણ દર અને મૃત્યુના વધતા મામલાને જોતા આ દિશા-નિર્દેશ આપ્યો છે.
કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના ખતરાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 27 નવેમ્બરે લખેલા પત્રનો હવાલો આપતા કહ્યું કે પહેલા જ સલાહ આપવામાં આવી ચુકી છે કે તમામ રાજ્યો આંતરરાષ્ટ્રીય યાત્રીકો પર નજર રાખે અને કોરોનાના નવા ઉભરતા હોટસ્પોટ ક્ષેત્રો પર નજર રાખે. સાથે સંક્રમિત યાત્રીકોના સંપર્કમાં આવેલા લોકોની તત્કાલ જાણકારી મેળવે. સંક્રમિત આંતરરાષ્ટ્રીય યાત્રીકોના નમૂનાને જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube