કોરોના વાયરસ વેક્સિન બનાવવાની દિશામાં આ બે દેશોની મદદ કરશે ભારત
ભારત (India)એ કોરોના વાયરસ વેક્સિન (Coronavirus Vaccine) બનાવવાની દિશામાં મ્યાન્માર (Myanmar) અને બાંગ્લાદેશ (Bangladesh)ની સાથે ભાગીદારી વધારી છે. આ વિશે બંને દેશોના અધિકારીઓ સાથે વ્યક્તિગત અને વર્ચ્યુઅલ બેઠકમાં પણ ચર્ચા કરાઈ છે. આ મહિનાની શરૂઆતમાં જ વિદેશ મંત્રાલયના ભારતીય પ્રતિનિધિમંડળે 17થી 19 ઓક્ટોબર વચ્ચે બાંગ્લાદેશનો પ્રવાસ પણ કર્યો હતો. તે દરમિયાન બંને દેશોની વચ્ચે ભારતમાં વેક્સીન વિકાસના હાલના તબક્કો અને બાંગ્લાદેશમાં ક્લિનિકલ ટ્રાયલ્સની રીત પર અર્થપૂર્ણ ચર્ચા કરી હતી.
નવી દિલ્હી: ભારત (India)એ કોરોના વાયરસ વેક્સિન (Coronavirus Vaccine) બનાવવાની દિશામાં મ્યાન્માર (Myanmar) અને બાંગ્લાદેશ (Bangladesh)ની સાથે ભાગીદારી વધારી છે. આ વિશે બંને દેશોના અધિકારીઓ સાથે વ્યક્તિગત અને વર્ચ્યુઅલ બેઠકમાં પણ ચર્ચા કરાઈ છે. આ મહિનાની શરૂઆતમાં જ વિદેશ મંત્રાલયના ભારતીય પ્રતિનિધિમંડળે 17થી 19 ઓક્ટોબર વચ્ચે બાંગ્લાદેશનો પ્રવાસ પણ કર્યો હતો. તે દરમિયાન બંને દેશોની વચ્ચે ભારતમાં વેક્સીન વિકાસના હાલના તબક્કો અને બાંગ્લાદેશમાં ક્લિનિકલ ટ્રાયલ્સની રીત પર અર્થપૂર્ણ ચર્ચા કરી હતી.
આ પણ વાંચો:- ભોપાલમાં ફ્રાન્સ વિરુદ્ધ દેખાવોથી CM શિવરાજ ચૌહાણ લાલઘૂમ, કડક કાર્યવાહીનો આદેશ
અધિકારીઓની વચ્ચે થઈ છે મીટિંગ
મ્યાન્મારની સાથે આ બાબતે એક વર્ચ્યુઅલ મીટિંગ થઇ છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, વેક્સિન બનાવવાનાા સંબંધમાં જે પણ સ્થિતિ બનશે બંને દેશો ચર્ચા કરશે અને સહયોગના માર્ગો પર નિર્ણય લશે. ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ બંને દેશનો પ્રવાસ કર્યો હતો. દે દરમિયાન કોરોના કાળમાં સહયોગ અને Covid-19 Vaccine પર ચર્ચા મુખ્ય કેન્દ્ર બિન્દુ હતું. આ મહિનાની શરૂઆતમાં સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે (Army Chief General Manoj Mukund Naravane)ની મ્યાન્માર યાત્રા દરમિયાન ભારતે સ્ટેટ કાઉન્સલર આંગ સાન સૂને એન્ટિ કોવિડ દવાઓના 3000 પેક્ટ્સ ભેટ આપ્યા હતા. આ મદદ મ્યાન્માર પ્રતિ ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આ પણ વાંચો:- અલૌકિક રહસ્ય...'પાંડવકાળ'ના આ મંદિરમાં મડદામાં પણ પ્રાણ ફૂંકાય છે!
પીએમ મોદીએ કરી હતી ઘોષણા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઘોષણા કરી હતી કે ભારતની વેક્સિન ઉત્પાદન અને વિતરણ ક્ષમતાનો ઉપયોગ COVID-19 મહામારી સામે લડવામાં સંપૂર્ણ માનવતાની મદદ કરશે. આ વિચાર સાથે ભારતે 150થી વધુ દેશોમાં HCQ, પેરાસિટામોલ જેવી દવાઓ મોકલી. ભારતે બે પ્રશિક્ષણ મોડ્યૂલ આયોજિત કર્યા છે. જેમાં લગભગ 90 સ્વાસ્થ્ય જાણકારો અને વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube