Corona Virus: દેશમાં કોરોનાનો `ડબલ એટેક`, 771 વેરિએન્ટ, હવે ઈમ્યુનિટી પણ નથી બચાવી શકતી વાયરસથી
હાલ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. રોજેરોજ દૈનિક કેસના મામલે તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આટલા કેસ કેમ વધી રહ્યા છે તે સમજવાની જરૂરી છે. ખાસ વાંચો આ અહેવાલ
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું કોરોનાના કેસ વધવાનું કારણ વાયરસનું મ્યુટેશન છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 771 વેરિએન્ટ મળી આવ્યા છે. વાયરસ ડબલ એટેક કરી રહ્યો છે. જેના કારણે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે ઈમ્યુનિટી પણ કોરોના બચાવી શકતી નથી.
કોરોનાના 771 વેરિએન્ટ પકડમાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયે 10 નેશનલ લેબ્સનું એક ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપ કોરોના વાયરસ (Corona Virus) ના અલગ અલગ વેરિએન્ટ એટલે કે પ્રકારના જીનોમ સિક્વેન્સિંગ કરી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસના 10 હજાર 787 સેમ્પલ ટેસ્ટ કરતા 771 અલગ અલગ વેરિએન્ટ પકડમાં આવ્યા છે. જેમાંથી 736 સેમ્પલ યુકે એટલે કે બ્રિટન કોરોના વાયરસ વેરિએન્ટવાળા છે. જ્યારે 34 સેમ્પલ સાઉથ આફ્રીકા અને એક સેમ્પલ બ્રાઝીલવાળા કોરોના વેરિએન્ટનું છે.
વધુ ઝડપથી મ્યુટેટ થઈ રહ્યો છે કોરોના વાયરસ
આ બધા એવા લોકોના સેમ્પલ હતા જે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવ્યા હતા અથવા તો એવા લોકોના સંપર્કમાં આવ્યા હતા. તપાસમાં એક વાત મહત્વની એ જાણવા મળી છે કે ડિસેમ્બર 2020ની સરખામણીમાં હવે વાયરસ વધુ મ્યુટેટ થઈ રહ્યો છે. આ મ્યુટેશનથી બનેલા વાયરસ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યા છે અને તેના પર હવે ઈમ્યુનિટીની પણ અસર ઓછી થઈ રહી છે. જેનો અર્થ એ થયો કે વાયરસ હવે ડબલ એટેક કરી રહ્યો છે.
WB Election 2021: કાર્યકર મંચ પર PM મોદીને પગે લાગ્યો, પ્રધાનમંત્રીએ આપ્યું એવું રિએક્શન, જુઓ VIDEO
Corona Update: દેશમાં એક જ દિવસમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ, હવે અહીં લાગશે સંપૂર્ણ લોકડાઉન
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube