હજી વધુ તબાહી મચાવી શકે છે Coronavirus! ઓગસ્ટમાં ચરમસીમાએ હશે
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓગસ્ટમાં કોરોના વાયરસ (Coronavirus) તેના ટોચ પર હશે. કોરોના મહામારીના કારણે ભારતમાં નવેમ્બર સુધી સઆઈસીયૂ બેડ્સ પુરા થઈ શકે છે. અભ્યાસમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં 25 લાખ કરોડ માત્ર કોરોના વાયરસનો સામનો કરવામાં ખર્ચ થઈ શકે છે. કોરોના વાયરસ માટે હાલ કેન્દ્ર સરકારે 15 હજાર કરોડનું ફંડ રાખ્યું છે. 25 લાખ કરોડનું અનુમાન તેનાથી ધણું આગળ નીકળી રહ્યું છે.
નવી દિલ્હી: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓગસ્ટમાં કોરોના વાયરસ (Coronavirus) તેના ટોચ પર હશે. કોરોના મહામારીના કારણે ભારતમાં નવેમ્બર સુધી સઆઈસીયૂ બેડ્સ પુરા થઈ શકે છે. અભ્યાસમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં 25 લાખ કરોડ માત્ર કોરોના વાયરસનો સામનો કરવામાં ખર્ચ થઈ શકે છે. કોરોના વાયરસ માટે હાલ કેન્દ્ર સરકારે 15 હજાર કરોડનું ફંડ રાખ્યું છે. 25 લાખ કરોડનું અનુમાન તેનાથી ધણું આગળ નીકળી રહ્યું છે.
આ પણ વાંચો:- Lockdown સાથે છેડછાડ, તેથી હાહાકાર, કેમ ન ચાલ્યું 'કેજરીવાલનું મોડલ-5T'?
તમને જણાવી દઇએ કે, આ અભ્યાસ પીજીઆઇ ચંડીગઢના ડોક્ટર અને ICMRના વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કર્યો છે. અભ્યાસ ICMRથી સંપૂર્ણ ભંડોળ પણ છે પરંતુ સંસ્થાનું કહેવું છે કે, તેને આમારા અભિપ્રાય તરીકે ધ્યાનમાં લેવો જોઈએ નહીં. આ રિસર્ચ ડો. શંકર પ્રિંઝા, ડો. પંકજ બહુગુણા, ડો. યાશિકા ચુગ, ડો. અન્ના વસ્સલ, ડો. અરવિંદ પાંડે, ડો. સુમિત અગ્રવાલ અને ડો. નરેન્દ્ર કુમાર અરોરાએ કર્યો છે.
આ પણ વાંચો:- ચીન સાથે ભારે તણાવ વચ્ચે ભારતે જે કહ્યું, તેના પર કામ પણ કર્યું શરૂ
વર્તમાન પરિસ્થિતિમાં, અભ્યાસનો અંદાજ છે કે જુલાઇના મધ્ય સુધીમાં, કોરોનો વાયરસ ટોચ પર હોત પરંતુ 8 અઠવાડિયાના લોકડાઉનને કારણે, હવે જુલાઈ પછી 34થી 76 દિવસ પછી, કોરોના ટોચ પર હશે. આ અભ્યાસ મુજબ ભારતમાં દર 1000 લોકોમાં 1.6 મૃત્યુનો અંદાજ છે.
આ પણ વાંચો:- દિલ્હીમાં કોરોનાને કાબુમાં લેવા ગૃહમંત્રીએ સંભાળ્યો મોરચો, સર્વપક્ષીય બેઠકમાં શું થયું? વિગતવાર જાણો
વર્તમાન પરિસ્થિતિમાં દર 10 લાખ વસ્તી પર 1805 બેડ્સ, 394 આઇસીયુ બેડ અને 69 વેન્ટિલેટરની જરૂર છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં ભારતમાં ઉપલબ્ધ સંસાધનોથી સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધીમાં કામગીરી કરવામાં આવશે. જો લોકડાઉન કરવાના ફાયદાઓ પણ ગણવામાં આવે અને એવું માનવામાં આવે કે ટેસ્ટ, આઇસોલેશન અને કોન્ટેક ટ્રેસિંગ ઓછામાં ઓછા 60 ટકા સફળતાની સાથે કરવામાં આવી રહી છે, તો નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી જ સંસાધનો ઉપલબ્ધ છે.
ત્યારબાદ આગામી 5.4 મહિના માટે આઇસોલેશન બેડ, 4.6. મહિના સુધી આઈસીયુ બેડ અને 3.9 મહિના સુધી વેન્ટિલેટર બેડની અછત રહેશે.
આ પણ વાંચો:- શું દિલ્હીમાં ફરીથી Lockdown ની તૈયારી? CM કેજરીવાલે આપ્યો જવાબ
સંશોધનકારોએ દાવો કર્યો છે કે 8 અઠવાડિયાના લોકડાઉનને કારણે, કોરોનાની સ્થિતિ ટોચ એટલે કે 34થી 76 અઠવાડિયા સુધી ટાળી શકાય છે. લોકડાઉનને કારણે કોરોના સંક્રમણના કેસ 70થી 98 ટકા સુધી ઘટાડી શકાય છે.
માર્ચ અને મે વચ્ચેના લોકડાઉનને કારણે દેશમાં આઇસીયુ બેડ અને વેન્ટિલેટરની જરૂરિયાત ઓછી થઈ છે. આઈસીયુની જરૂરિયાતમાં 83 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતની વસ્તીનો મોટો ભાગ કોરોનાની પકડમાં છે અને ટૂંક સમયમાં ભારતની ઇટાલી અને સ્પેન જેવી પરિસ્થિતિ આવી જશે. જ્યાં તેને નક્કી કરવું પડશે કે કોની સારવાર કરી છે અને કોને તેના હાલ પર છોડી દેવા છે.
આ પણ વાંચો:- ભારત-નેપાળ વચ્ચે 'રોટી-બેટી'નો સંબંધ, કોઈ તાકાત તેને તોડી શકે નહીં: રાજનાથ સિંહ
કેવી રીતે થઈ શકે છે બચાવ
- પબ્લિક હેલ્થ સિસ્ટમને સારી બનાવવામાં આવે
- પોઝિટિવ દર્દીઓને આઇસોલેટ કરવામાં આવે.
- ટેસ્ટિંગ અને કોન્ટેક ટ્રેસિંગ વધારવામાં આવે.
જો કે, અભ્યાસ કરનાર સંશોધનકાર માને છે કે, જો કોરોનાથી અસરગ્રસ્ત 80 ટકા લોકોને ત્રણ દિવસની અંદર ઓળખી શકાય અને તેમને આઇસોલેટ કરવામાં આવે તો ઇન્ફેક્શનને વધવાના દરને ત્રણ ગણો ઘટાડી શકાય છે. પરંતુ આ માટે મોટા પાયે ટેસ્ટ કરવા અને દર્દીને એડમિટ કરવાની જરૂર છે.
આ પણ વાંચો:- Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા 11502 નવા કેસ, આ 5 રાજ્ય સૌથી વધુ પ્રભાવિત
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકલન મુજબ કુલ દર્દીઓના 3 ટકા લોકોને આઇસીયુની જરૂર પડશે. ત્રણ ટકા કરતા ઓછાને ઓક્સિજનની જરૂર પડશે અને માત્ર 0.45 ટકા લોકોને વેન્ટિલેટરની જરૂર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube