નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા સર્વદળીય બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, સરકારની પ્રાથમિકતા દરેક વ્યક્તિનો જીવ બચાવવાની છે. સાથે તેમણે ભાર આપીને કહ્યું કે, દેશની હાલની સ્થિતિ સોશિયલ ઇમરજન્સી (સામાજીક આપાતકાળ) જેવી છે. દેશ કડક પગલાં ભરવા મજબૂર છે. તે સ્પષ્ટ સંકેટ છે કે લૉકડાઉન 14 એપ્રિલ બાદ પણ જારી રહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની સ્થિતિ સામાજીક કટોકટી જેવીઃ પીએમ મોદી
સર્વદળીય બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ભાર આપીને કહ્યું કે, દેશની સ્થિતિ સામાજીક આપાતકાળ (social emergency)ની જેમ છે. દેખ કડક પગલાં ભરવા માટે મજબૂર છે અને સાવધાન રહેતાં આ પગલાંને જારી રાખવા પડશે. વડાપ્રધાને કહ્યું કે, ઘણી રાજ્ય સરકારો, જિલ્લા વહીવટી તંત્ર અને નિષ્ણાંતોએ દેશવ્યાપી લૉકડાઉન વધારવાની વાત કરી છે. 


ભારતની સ્થિતિ સારી પરંતુ દરેક સમયે સતર્કતા જરૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત તે કેટલાક દેશોમાં છે જેણે અત્યાર સુદી વાયરસના ફેલાવાની ગતિને નિયંત્રિત રાખી છે. સાથે તેમણે ચેતવણી આપી કે સ્થિતિ સતત બદલી રહી છે, તેથી દરેક સમયે સાવધાન રહેવાની જરૂર છે. 


દરેક વ્યક્તિનો જીવ બચાવવો સરકારની પ્રાથમિકતા
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બદલાતી પરિસ્થિતિમાં દેશે તે પ્રમાણે પોતાના વર્ક કલ્ચર અને વર્કિંગ સ્ટાઇલમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે, સરકારની પ્રાથમિકતા દરેક વ્યક્તિનો જીવ બચાવવાની છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસને કારણે દેશ ગંભીર આર્થિક પડકારનો સામનો કરી રહ્યો છે પરંતુ સરકાર તેના પર કાબુ મેળવવા પ્રતિબદ્ધ છે. 


દેશમાં કોરોના સંક્રમણના 5194 કેસ, અત્યાર સુધીમાં 149ના મોત: સ્વાસ્થ્ય મંત્રાલય


મોટા ભાગના દળોની લૉકડાઉન વધારવાની માગ
બેઠકમાં તે દળોના પ્રતિનિધિ સામેલ થયા જેના લોકસભા કે રાજ્યસભામાં ઓછામાં ઓછા 5 સાંસદો છે. એક દળોના બંન્ને ગૃહના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન મોટા ભાગના દળોના નેતાઓએ વડાપ્રધાનને લૉકડાઉન વધારવાની ભલામણ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube