15 લાખ પ્રવાસી મજુરોને રોજગાર આપશે યોગી સરકાર, અધિકારીઓને આપ્યા નિર્દેશ
ઉત્તરપ્રદેશની (utter Pradesh) યોગી સરકાર રાજ્યની 23 કરોડ વસ્તીને વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus) થી બચાવવાની સાથે બાહ્ય રાજ્યોમાં ફસાયેલા નાગરિકોને તેમના ઘરો સુધી સુરક્ષી પહોંચાડવા અને આશરે 15 લાખ પ્રવાસી શ્રમીકો માટે રાજ્યમાં જ રોજગાર આપવાનું અભિયાન ચલાવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) રાજધાની લખનઉમાં મંગળવારે સવારે ટીમ-11ની સાથે યોજાયેલી બેઠકમાં આ અંગે અનેક મહત્વનાં નિર્ણયો લીધા હતા.
લખનઉ : ઉત્તરપ્રદેશની (utter Pradesh) યોગી સરકાર રાજ્યની 23 કરોડ વસ્તીને વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus) થી બચાવવાની સાથે બાહ્ય રાજ્યોમાં ફસાયેલા નાગરિકોને તેમના ઘરો સુધી સુરક્ષી પહોંચાડવા અને આશરે 15 લાખ પ્રવાસી શ્રમીકો માટે રાજ્યમાં જ રોજગાર આપવાનું અભિયાન ચલાવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) રાજધાની લખનઉમાં મંગળવારે સવારે ટીમ-11ની સાથે યોજાયેલી બેઠકમાં આ અંગે અનેક મહત્વનાં નિર્ણયો લીધા હતા.
કોરોના સામે લડત: PM મોદીને મળ્યો પ્રવાસી ભારતીયોનો સાથ, આ સંગઠનોએ કર્યાં ભરપેટ વખાણ
મુખ્યમંત્રીએ ટીમ-11ની સાથે મીટિંગમાં સૌથી પહેલા ઉત્તરપ્રદેશમાં કોવિડ 19ની સ્થિતીની સમીક્ષા કરી. મુખ્યમંત્રી યોગીએ કોરોનાને જાહેર પ્રભાવિત આગરા, લખનઉ, કાનપુર, ગૌતમબુદ્ધનગર અને મેરઠની હાલની સ્થિતી અંગે માહિતી મેળવી અને જરૂરી નિર્દેશ આપ્યા. ત્યાર બાદ તેમણે શ્રમીકો અને યુવાનોને રાજ્યમાં જ રોજગારની તક ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી. ટીમ-11ની આજે યોજાયેલી બેઠકમાં યોગી આદિત્યનાથે કેટલાક મહત્વના નિર્દેશો આપ્યા હતા.
JNUમાં વિદ્યાર્થીઓને લીડરશીપ શિખવવા માટે રામાયણના કાર્યક્રમનું થશે આયોજન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અપાયેલા નિર્દેશ...
- હરિયાણાથી 11 હજાર પ્રવાસી શ્રમજીવી ઉત્તરપ્રદેશ પરત લાવવામાં આવશે. તેમને ક્વોરન્ટિન સેન્ટરમાં રાખવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેના નિર્દેશો અપાયા છે.
- કોટાથી આવેલા 11 હજાર વિદ્યાર્થીઓને પરીક્ષણ કરાવીને તેમને ઘરોમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમની દેખરેખ કરવામાં આવે
- પ્રયાગરાજમાં રહેલા 10 હજાર વિદ્યાર્થીઓને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેને સંપુર્ણ રીતે સુનિશ્ચિત કરવામાં આવે.
- બુધવારે મધ્યપ્રદેશમાં રહેલા યૂપીના મજુરોને પરત લાવવા માટેની વ્યવસ્થા ચાલુ કરવામાં આવે.
- મુખ્યમંત્રીએ બીજા પ્રદેશોમાંથી લોકડાઉન દરમિયાન અત્યાર સુધી યુપીમાં આવેલા તમામ પ્રવાસી શ્રમીકો તથા યુવાનો માટે ગામ, શહેરના સંબંધિત જનપદમાં જ 15 લાખ રોજગાર તથા નોકરીઓ ઉપલબ્ધ કરાવવા માટે બનાવાયેલી કમિટીની પ્રગતિની સમીક્ષા કરી.
- મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર 23 કરોડ જનતાને આ મહામારીથી બચાવી રહી છે અને અલગ-અલગ પ્રદેશોમાં ફસાયેલા પોતાના મજુરો તથા પ્રતિયોગી વિદ્યાર્થીઓને સુરક્ષીત કાઢીને તેમને ઘરે પહોંચાડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube