નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેરે ભારતમાં હાહાકાર મચાવી રાખ્યો છે. આ વચ્ચે જાણકારી સામે આવી રહી છે કે કોરોનાની બીજી લહેર 45 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે વધુ ઘાતક સાબિત થઈ રહી છે. તેમાંથી મોટાભાગના યુવા પહેલા સ્વસ્થ જીવન જીવી રહ્યાં હતા અને તેમને કોઈ પ્રકારની ગંભીર બીમારી નહતી. નિષ્ણાંતોનું કહેવું છે કે તેના કારણે આ ઉંમરના લોકો કોરોના વાયરસની સામે વધુ એક્સપોઝ થતાં રહ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીયૂમાં દાખલ થનારા યુવાઓની સંખ્યા વધુ
નિષ્ણાંતોનું માનીએ તો કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોના સંક્રમિત યુવા મોટી સંખ્યામાં આઈસીયૂ સુધી પહોંચ્યા અને તેના મોત વધારે થયા. આ પેટર્ન ભારતમાં જોવા મળી, પછી તે રાજ્યમાં કોરોનાના કેસ વધુ હોય કે ઓછા. જાણકારી પ્રમાણે કોરોનાથી થનારા મોત અને આઈસીયૂમાં દાખલ થનાર લોોકની ઉંમર 50 વર્ષથી ઓછી રહી.


આ પણ વાંચોઃ હવે દેશમાં મ્યુકરમાઇકોસિસનો કહેર, 14 રાજ્યોએ જાહેર કરી મહામારી, જાણો ક્યાં કેટલા કેસ


શું કહે છે ડોક્ટર?
ગુરૂગ્રામના આર્ટેમિસ હોસ્પિટલમાં ક્રિટિકલ કેયર યૂનિટના ડાયરેક્ટર ડો. રેશમા તિવારીએ જણાવ્યું કે, અમે આ લહેરમાં યુવા વયસ્કોની વધુ સંખ્યા જોઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે 60થી 70 ટકા દર્દી 60થી ઓછી ઉંમરના છે, જેમાંથી અડધાથી વધુ 45થી નીચેના છે. તેમણે કહ્યું કે, આઈસીયૂમાં યુવાનોનો મૃત્યુદર 20 ટકા આસપાસ રહ્યો. તમિલનાડુના જન સ્વાસ્થ્ય નિયામકશ્રીએ પણ કંઈક એવો ડેટા જારી કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું કે, બીજી લહેરમાં કોઈ ગંભીર બીમારી વગર યુવાનોના મોત વધુ થયા છે. હવે તેના ત્રણ મુખ્ય કારણ સામે આવી રહ્યાં છે. 


પ્રથમ કારણઃ હેપ્પી હાઈપોક્સિયા
યુવાઓના મોતનું સૌથી મોટુ કારણ હેપ્પી બાઈપોક્સિયા રહ્યું. એટલે કે ઓક્સિજનની અચાનક કમી અને પછી જીવ બચવાની સંભાવનામાં ઘટાડો થયો. પટનાની એક હોસ્પિટલમાં દાખલ બધા 47 દર્દી 30-35 ઉંમરના છે. 


બીજુ કારણઃ વેક્સિનેશનની કમી
દેશમાં અત્યાર સુધી 45 વર્ષ સુધીની ઉંમરના લોકો માટે વેક્સિનની સુવિધા ઉપલબ્ધ નથી. આ સિવાય આ વર્ગના લોકો સંપૂર્ણ રીતે એક્સપોઝ રહેતા હતા. કારણ કે ઘર ચલાવવા માટે તેણે બહાર નિકળવાનું હોય છે. તેવામાં આ ઉંમર વર્ગના લોકો કોરોનાનો વધુ શિકાર બન્યા. 


આ પણ વાંચોઃ કોરોનાને ભગાડવા માટે બાબાએ કર્યો હવન, વીડિયોમાં તમે પણ સાંભળો રમુજી મંત્ર


ત્રીજુ કારણઃ વાયરસનો મ્યૂટેશન
કોરોના વાયરસ સતત ખુદને મ્યૂટેટ કરી રહ્યો છે. કોોરનાનો નવો સ્ટ્રેન આ ઉંમર વર્ગના લોકો માટે ખુબ ઘાતક સિદ્ધ થયો છે. કારણ કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ઓછા સમયમાં પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દે છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube