ડિમોલેશન દરમિયાન નીરવ મોદીના બંગ્લામાંથી મળી આવ્યો ખજાનો, કામગીરી અટકાવાઇ
દેશના સૌથી મોટા પંજાબ નેશનલ બેંક (PNB) ગોટાળાના આરોપી નીરવ મોદીના આલીશાન બંગ્લાને તોડી પાડવાનું કામ અટકાવી દેવાયું છે.
મુંબઇ : દેશનાં સૌથી મોટા પંજાબ નેશનલ બેંક (PNB કૌભાંડ)ના આરોપી નીરવ મોદીના આલીશાન બંગ્લાને તોડવાની કામગીરી ચાલી રહી છે. જો કે હાલ ફરી એકવાર તેને અટકાવવામાં આવી છે. નીરવનો બંગ્લો ધ્વસ્ત કરવાની કાર્યવાહી ચાલુ થયાનાં 2 દિવસ બાદ 27 જાન્યુઆરીએ તેને અટકાવી દેવામાં આવી. મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લામાં આવેલ મોદીના બંગ્લાને તોડી પાડવાનું કામ એટલા માટે અટક્યું કારણ કે તંત્રને ઘરની અંદરથી કિમતી સામાન સલામત રીતે કાઢવા માંગે છે. જેથી સંપત્તીની નિલામી કરી શકાય.
રાહુલની લઘુત્તમ આવક ગેરેન્ટી યોજના ઇંદિરાની જેમ ગરીબી હટાવશે કે ગરીબોને? માયાવતી
એન્જીનિયર્સ પાસે અહેવાલ મંગાવાયો.
જિલ્લા તંત્રએ જણાવ્યું કે, સિવિલ એન્જિનિયરિંગ વિભાગનાં એન્જીનિયર્સ પાસે મંગાવાયેલો રિપોર્ટ મળી ચુક્યો છે. હવે બંગ્લો તોડી પાડવામાં કામ ફરીથી ચાલુ કરશે. વિભાગનાં એન્જીનિયર્સને આગળની કાર્યવાહી અંગે પુછાયું હતું. રાયગઢનાં જિલ્લાધિકારી વિજય સૂર્યવંશીએ ગત્ત મહિને મુંબઇથી 90 કિલોમીટર દુર અલીબાગ બીજ નજીક કિહિમમાં આવેલ 58 બિનગાયદેસર ઇમારતોને તોડવાનો આદેશ આપ્યોહ તો. તેમાં નીરવ મોદીના બંગ્લાનો પણ સમાવેશ થાય છે.
CRPF અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ: 2 લાખનાં ઇનામી કમાન્ડર સહીત 5 ઠાર
હાઇકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ તોડવામાં આવ્યો બંગ્લો
બિનકાયદેસર ઇમારતો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરવાની નિષ્ફળતા અંગે મુંબઇ હાઇકોર્ટની ઝાટકણી બાદ આ બિલ્ડિંગને તોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અનેય એજન્સીઓ સાથે પીએનબી મુદ્દે તપાસ કરી રહેલ ઇડીએ આ સંપત્તીઓને જપ્ત કરી હતી. નીરવ મોદી દેશ છોડીને પહેલા જ ભાગી ચુક્યો છે. જો કે બંગ્લોમાંથી નિકળતી વસ્તુને વેચીને મહત્તમ નુકસાન ભરપાઇ કરવા માંગે છે.