નવી દિલ્હી : બ્રિટનના ગૃહમંત્રી સજિત જાવેદે પંજાબ નેશનલ બેંક (PNB)ની સાથે હજારો કરોડો રૂપિયાનો ગાટોળા કરનારા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારતની અરજીને પ્રમાણીત કરી દેવાયું છે. બ્રિટનમાં પ્રત્યાર્પણ કાર્યવાહી સાથે જોડાયેલા અધિકારીઓએ શનિવારે તેની પૃષ્ટી કરી. માનવામાં આવી રહ્યું છે કે, આગામી થોડા સમયમાં નીરવ મોદીની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યું થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરવ અને નરેન્દ્ર મોદી ભાઇઓ, બંન્ને વચ્ચે અનેક સમાનતાઓ: રાહુલ ગાંધી

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતથી ભાગેલ આ હીરા વેપારી આ સમયે લંડનમાં ખુલ્લેઆમ એક મોંઘો ફ્લેટમાં રહી રહ્યો છે અને એટલેથી જ હીરાનો નવો વેપાર કરી રહ્યો છે. ભારત-બ્રિટન પ્રત્યાર્પણ સંધી હેઠળ તેની વિરુદ્ધ વોરંટ ઇશ્યું કરાવવા માટે લંડનમાં વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં જિલ્લા ન્યાયાધીશની સમક્ષ ડોક્યુમેન્ટ્સ દાખલ કરવામાં આવી રહ્યા છે. કોર્ટ વોરન્ટ પર સ્કોટલેન્ડ યાર્ડ (પોલીસ વિભાગ) આગળી કાર્યવાહી કરશે. 
કોર્ટમાં પ્રત્યાર્પણનો નિર્ણય


કોંગ્રેસી તરીકે ઓળખાવવામાં પણ આવે છે શરમ, પ્રવક્તાએ આપ્યું રાજીનામું

ભારતીય એજન્સીઓ આ અંગે ગુરૂવારે માહિતી આપી હતી. બ્રિટનનાં અધિકારીઓએ સંકેત આપ્યા છે કે આગામી થોડા અઠવાડીયામાં નીરવની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યું થઇ શકે છે. ત્યાર બાદ પ્રત્યાર્પણ અનુરોધ બાદ આગળની કાર્યવાહી થશે. લંડનમાં ભારતીય હાઇકમિશ્નરે ઓગષ્ટ 2018માં આ વાતની પૃષ્ટી કરી હતી કે ભારતે બ્રિટન સરકારને નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે અર્જી દાખલ કરી છે. તે અંગે બ્રિટન સરકાર વિચાર કરી રહ્યા હતા. 
બ્રિટનના ગૃહ વિભાગે શનિવારે વ્યક્તિગત્ત મુદ્દે ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. વિભાગે સંકેત આપ્યો છે કે આરોપીની ધરપકડ માટે પ્રત્યાર્પણ વોરન્ટ ઇશ્યું કરવામાં આવ્યા બાદ જ પ્રત્યાર્પણની કાર્યવાહી પર આગળ વધવામાં આવી શકે છે જેવા કે દારૂ વેપારી વિજય માલ્યાના મુદ્દે થયો હતો.