અંબિકાપુર: અંબિકાપુર (Ambikapur)માં આજથી દેશનું પ્રમથ ગાર્બેજ કાફે (Garbage Cafe) શરૂ થવા જઇ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવ ગાર્બેજ કાફેનું ઉદ્ઘાટન કરશે. જો તમારી પાસે પૈસા નથી અને તમે મુશ્કેલીમાં છો, તો રસ્તા પરથી પ્લાસ્ટીક લઇ જવા પર મફતમાં ભોજન મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાહુલના રાજીનામાથી કોંગ્રેસમાં ખાલીપણુ, તેમનું પદ છોડવાની મોટી સમસ્યા: સલમાન ખુર્શીદ


પ્લાસ્ટિકથી વાતાવરણને થતા નુકસાનને રોકવા માટે છત્તીસગઢમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. છત્તીસગઢના અંબિકાપુર નગર નિગમે પ્લાસ્ટિક કચરાના બદલે નાગરિકોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ગાર્બેજ કાફે શરૂ કર્યું છે.


આ પણ વાંચો:- ભારતીય બોર્ડર પાસે સતત ડ્રોન ઉડાવી રહ્યું છે પાકિસ્તાન, રાત્રે કરી રહ્યું છે ષડયંત્ર


ગાર્બેજ કાફે 24 કલાક ખુલ્લુ રહેશે. ગાર્બેજ કાફે શરૂ થવાથી પહેલા જ ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રયોગની જોરદાર પ્રશંસા કરવામાં આવી રહી છે. જો તમે એક કિલો પ્લાસ્ટિક લાવો છો તો તમને તેની સામે એક વખતનું ભરપેટ ભોજન મળશે, જ્યારે 500 ગ્રામ પ્લાસ્ટિક આપીને તમે બ્રેકફાસ્ટ કરી શકો છો.


આ પણ વાંચો:- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: NCPએ કોંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ- સુશીલ કુમાર શિંદે


આ કાફેમાં ભેગુ થતું પ્લાસ્ટિક રસ્તા બનાવવાના કામમાં લેવામાં આવશે. આ પહેલા પણ શહેરમાં પ્લાસ્ટિક ટુકડા અને ડામરથી રસ્તા બનાવવામાં આવ્યા છે. બજેટમાં આ ગાર્બેજ કાફે માટે 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તેના અંતર્ગત નગર નિગમ ગરીબ અને બેઘર લોકોને મફતમાં ભોજન આપશે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...