Couple Bedroom Video: લગ્ન બાદ પહેલી રાત એટલે કે સુહાગરાત ફક્ત ઈન્ટિમેશન વિશે જ નહીં પરંતુ આ એક એવી રાત છે જ્યારે બે આત્મા પ્રેમ અને કેરનું એક નવું જીવન શરૂ કરે છે. પહેલી રાતે નવપરણિત કપલ એકબીજાને સમજાવવાની કોશિશ કરે છે જેનાથી તેમને શાંતિપૂર્ણ લગ્ન જીવન જીવવામાં મદદ મળે છે. જ્યાં લગ્નની ઈવેન્ટ્સની અનેક રસપ્રદ અને આકર્ષક ક્લિપ અનેક પ્લેટફોર્મ્સ પર વાયરલ થાય છે ત્યાં કેટલાક યૂઝર પોતાના લગ્નની રાતના વીડિયો પણ શેર કરે છે. હાલમાં જ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક દુલ્હન તેના પતિ સાથે પોતાના  બેડરૂમમાં કેટલીક પ્રેમની પળો કેદ કરતી જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાચની સામે દુલ્હન બનાવવા લાગી પોતાનો જ વીડિયો
વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન કાચની સામે બેસીને તેના પતિ સાથે તે પળને રેકોર્ડ કરી રહી છે. આ બધા વચ્ચે દુલ્હેરાજા પત્નીની હેરપીન કાઢવામાં મદદ કરી રહ્યા છે. ત્યારબાદ તે તેના ગાલ પર કિસ કરે છે અને પ્રેમ કરે છે. ત્યારબાદ બંને એકસાથે ઊભા રહી જાય છે. જ્યારે દુલ્હન દુલ્હેરાજાની છાતી પર માથું રાખી દે છે. દુલ્હેરાજા ફરીથી તેના માથે કિસ કરે છે. દુલ્હા દુલ્હનના એક્સપ્રેશન નિશ્ચિત પણે તેમના વચ્ચેના પ્રેમને દર્શાવે છે. વીડિયોમાં દુલ્હન શ્રુતિ એસ મહાજન, એક બાળ મનોવૈજ્ઞાનિક અને સ્પેશિયલ એજ્યુકેટર છે. તથા દુલ્હેરાજા વૈભવ એક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. 



દુલ્હેરાજા સાથે સુહાગરાતની કેટલીક પળો
દુલ્હા અને દુલ્હન બંનેના ઈન્સ્ટાગ્રામ પેજ તેમના લગ્નની સાથે સાથે અન્ય પળોના અનેક સારા વીડિયોથી ભરેલા પડ્યા છે. વેડિંગવિયરગાઈડ્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે 'તેમણે પોતાની પહેલી રાત કેવી રીતે વિતાવી', (પીઓવી: શું આપણે બધા પહેલી રાત વિશે ખોટું વિચારીએ છીએ) આ બધા વચ્ચે અનેક યૂઝર્સે કપલ અને તેમના 'લગ્નની રાત'ના પળની પ્રશંસા કરી. અનેક લોકોએ આ જોડીને ક્યૂટ  ગણાવી. જો કે એક યૂઝરે લખ્યું કે આને કહેવાય કપલ ગોલ. જ્યારે બીજાએ લખ્યું કે 'આ પળ ખુબ જ અલગ હોય છે'.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube