નવી દિલ્હી : દિલ્હીની એક કોર્ટે એક મહિલા દ્વારા દાખલ કથિત બળાત્કાર અને ગોટાળાની ફરિયાદ મુદ્દે શનિવારે અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્ની અને પુત્રના આગોતરા જામીન મંજુરી કરી દીધા છે. વિશેષ ન્યાયાધીશ આશુતોષ કુમારે ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી અને તેનાં પુત્ર મહાઅક્ષયને તેમ કહીને આગોતરા જામીન આપી દીધા કે તેમના સમાજમાં ઉંડા મુળમાં ફેલાયેલા છે અને તેમની ફરાર થવાની આશંકા નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યાયાધીશે કહ્યું કે, તદનુસાર આ આદેશ આપવામાં આવે છે કે ધરપકડની સ્થિતીમાં બંન્ને આવેદકોએ એક લાખ રૂપિયાનાં જાત જામીન અને તેટલી જ બે જામીનની રકમ પર મુક્ત કરવામાં આવશે. એક મહિલાએ દાખલ કરાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે મહાઅક્ષયએ લગ્નનું વચન આપીને તેની સાથે ચાર વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા. આ ફરિયાદ બાદ કોર્ટના આદેશ અંગે આ મુદ્દે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

કોર્ટે કહ્યું હતું કે, પહેલી નજરમાં મિથુનની પત્ની યોગિતા બાલી અને પુત્ર મહાઅક્ષયની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અને કાયદા અનુસાર આગળ વધવાનો પુરતો આધાર છે. મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતે કે જ્યારે તે ગર્ભવતી બની તો મહાઅક્ષયએ તેને કેટલીક દવાઓ આપી જેના કારણે ગર્ભપાત થયો. તેણે પોતાની ફરિયાદમાં દાવો કર્યો કે યોગિતા બાલીએ તેને ધમકી આપી હતી કે જો તેણે સંબંધો ચાલુ રાખ્યા તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

બીજી તરફ તમિલનાડુમાં નીલગિરિ જિલ્લાના ઉધગમંડલમ (ઉટી)માં મહાઅક્ષયની પ્રસ્તાવિત લગ્ન શનિવારે રદ્દ થઇ ગયા છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, આ મુદ્દે તપાસ માટે એક પોલીસ ટીમના પહોચ્યા બાદ લગ્નને રદ્દ કરી દેવામાં આવ્યા અને દુલ્હનનો પરિવાર ઘટના સ્થળેથીજતા રહ્યા. મહાઅક્ષયના લગ્ન શનિવારે ઉધગમંડલમમાં અભિનેતાના પોશ હોટલમાં યોજાવાની હતી.