મુંબઈ: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિવાદોમાં ફસાયા છે. રાજ પર અનેક ગંભીર આરોપ લાગ્યા છે. તેના પર અશ્લિલ ફિલ્મો બનાવવા અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો આરોપ છે.આ કેસમાં રોજે રોજ નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. રાજને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. 


રાજને ન મળી રાહત
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને જરાય રાહત મળે તેવું લાગતું નથી. આજે કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. રાજ કુન્દ્રાને કોર્ટે 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. રાજ કુન્દ્રાના વકીલે જામીન માટે અરજી કરી છે. જામીન અરજીનો આધાર એ છે કે તપાસ ખતમ થઈ ગઈ છે અને  રાજને જામીન મળવા જોઈએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube