નવી દિલ્હીઃ પાત્રા ચાલ સાથે જોડાયેલી મની લોન્ડ્રિંગ કેસમાં શિવસેના નેતા સંજય રાઉતને કોર્ટે 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઈડીએ સંજય રાઉતની 8 દિવસની કસ્ટડી માંગી હતી. ઈડીએ રવિવારે રંજય રાઉતના મુંબઈ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા અને આશરે 9 કલાકની પૂછપરછ બાદ શિવસેના નેતાને કસ્ટડીમાં લીધા હતા. આજે કોર્ટમાં સંજય રાઉત તરફથી અશોક મુંદરગી અને ઈડી તરફથી હિતેન વેનેગાવકરે દલીલો કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટમાં ઈડીના વકીલે તર્ક આપ્યો કે ગુરૂ આશીષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના પૂર્વ ડાયરેક્ટર પ્રવીણ રાઉતે એકપણ પૈસાનું રોકાણ કર્યું નથી. તેને 112 કરોડ રૂપિયા મળ્યા. તપાસથી જાણવા મળે છે કે સંજય અને વર્ષા રાઉતના ખાતામાં 1.6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રાઉત અને તેમનો પરિવાર 1.6 કરોડ રૂપિયાનો લાભાર્થી છે. 


Uddhav Thackeray PC: મને સંજય રાઉત પર ગર્વ, સમય અમારો પણ આવશેઃ ઉદ્ધવ ઠાકરે


પ્રવીણ રાઉતની કંપનીથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યાઃ ઈડી
ઈડીએ કહ્યું કે એક વર્ષમાં 1 કરોડ સંજય રાઉત અને વર્ષા રાઉતના ખાતામાં નાખવામાં આવ્યા. દાદર ફ્લેટ માટે સંજય રાઉતના ખાતામાં 37 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા. તેને પ્રવીણ રાઉતની કંપનીથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સંજય રાઉતે આ પૈસાથી અલીબાગમાં જમીન ખરીદી. 2010-2011 વચ્ચે પાત્રા ચાલના પૈસાથી સંજય રાઉતે અલીબાગમાં 8 જગ્યાઓ પર જમીન ખરીદી. 2010-2011 વચ્ચે સંજય રાઉતના ઘણા વિદેશ પ્રવાસને ફાઇનાન્સ કરવામાં આવ્યા હતા.  2010-2011 વચ્ચે પ્રવીણ રાઉત તરફથી સંજય રાઉતને દર મહિને બે લાખ રૂપિયા આપવામાં આવી રહ્યાં હતા. તે તપાસમાં સામે આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube