લખનઉઃ જાણીતા યુ ટ્યુબર અને બિગબોસ ફેમ એલ્વિશ યાદવની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી છે.. રેવ પાર્ટીમાં નશા માટે સાપના ઝેરના ઉપયોગને લઈને એલ્વિશ યાદવ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.. સોશ્યલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતો અને હંમેશા કોઈના કોઈ વિવાદ સાથે સંકળાયેલો એલ્વિશ યાદવ આખરે જેલમાં ધકેલાયો છે.. ત્યારે આ રિપોર્ટમાં જુઓ કે એલ્વિશયાદવ પર આ કાર્યવાહી કેમ કરવામાં આવી અને શું છે નશા માટે સાપના ઝેરના ઉપયોગનું સમગ્ર સત્ય..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુટ્યુબર એલ્વિશ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી છે.. 
કોબ્રા કાંડ કેસમાં પોલીસે એલ્વિસની ધરપકડ કરીને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.. એલ્વિશ પર પાર્ટીમાં સાંપોના ઝેરનો ઉપયોગ કરવાનો આરોપ છે.. ધરપકડ બાદ પોલીસે નોઈડા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં તેનું ચેક-અપ પણ કરાવ્યું હતું.. આ મામલે નોઈડા પોલીસે એલ્વિસ યાદવને સુરજપુર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એલ્વિસ પોલીસકર્મીઓ સાથે કોર્ટમાં જતો જોવા મળે છે અને તેના ચહેરા પર હાસ્ય છે. કોર્ટે એલ્વિસ યાદવને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. 


એલ્વિશ યાદવ સામે NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. NDPSનો અર્થ નાર્કોટિક ડ્ર્ગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટ થાય છે.. આ એક્ટ હેઠળ ઓછામાં ઓછી દસ વર્ષની સજાની અને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.. સુરજપુર કોર્ટે આરોપી એલ્વિસ યાદવના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


આ પણ વાંચોઃ હાર-જીત છોડો, PM મોદીએ તો પોતાના મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવાનું કહ્યુ


એલ્વિશ યાદવની ધરપકડના ભણકારા વર્ષ 2023માં જ મળી ગયા હતા. જ્યારે ભાજપ સાંસદ મેનકા ગાંધીની સંસ્થા દ્વારા આ મામલો સામે લાવવામાં આવ્યો હતો. બીજેપી સાંસદ મેનકા ગાંધીની સંસ્થા પીપલ ફોર એનિમલ્સના એનિમલ વેલફેર ઓફિસર ગૌરવ ગુપ્તાએ આ મામલે ફરિયાદ કરી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે. તેની ફરિયાદના આધારે પોલીસે નોઈડાના સેક્ટર-49 વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અન્ય પાંચ આરોપીઓ પણ ઝડપાયા હતા. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. પોલીસને રાહુલ પાસેથી 20ml ઝેર મળી આવ્યું હતું..


ધરપકડના થોડા દિવસ પહેલાં જ એલ્વિશ યાદવ અન્ય એક યુટ્યુબરને માર મારતો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.. જેને લઈને પણ મોટો વિવાદ થયો હતો.. 


ઉલ્લેખનિય છે કે પાર્ટીમાં સાપના ઝેર મામલે એલ્વિસે પોતાને નિર્દોશ ગણાવ્યો હતો અને તેણે ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે મારે આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી.. મારા વિશે જે પણ સમાચારો ચાલી રહ્યા છે તે ફેક છે.. તેણે ચેલેન્જ આપી હતી કે મારી સામે એક ટકો પણ આરોપ સિધ્ધ થયા તો હું જવાબદારી લેવા તૈયાર છું.. આ સમગ્ર મામલે તેણે યુપી પોલીસને સહયોગ કરવાનું પણ કહ્યું હતું.


આ પણ વાંચોઃ Top Leaders: લોકસભા ચૂંટણીના 11 સૌથી મોટા 'પ્લેયર'! જેના પર રહેશે બધાની નજર


એલ્વિશ યાદવ એક સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે, જેનો જન્મ હરિયાણાના ગુરુગ્રામમાં થયો હતો.. એલ્વિશ યાદવ એક YouTuber છે.. તેની યુટ્યુબ ચેનલ એલ્વિશ યાદવના હાલમાં લગભગ 14.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.. તેની પાસે એલ્વિશ યાદવ વ્લોગ્સ નામની બીજી YouTube ચેનલ છે, જેના લગભગ 7.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.. એલ્વિશ યાદવ ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે, જેના પર તેના 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે..