રામ રહીમને વધુ એક ગુનામાં આજે સજા મળશે, પંચકુલામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
પત્રકાર રામચંદ્ર છત્રપતિની 2002માં થયેલી હત્યાના મામલામાં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત અન્ય આરોપીઓને 11 જાન્યુઆરીના રોજ દોષી જાહેર કર્યા હતા. આજે કોર્ટ આ તમામ દોષીઓને સજા સંભળાવશે. ગુરુમીત રામ રહીમ હત્યાનો મુખ્ય આરોપી હતો. રામ રહીમને સજાની જાહેરાત જોતા પંચકુલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
નવી દિલ્હી : પત્રકાર રામચંદ્ર છત્રપતિની 2002માં થયેલી હત્યાના મામલામાં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત અન્ય આરોપીઓને 11 જાન્યુઆરીના રોજ દોષી જાહેર કર્યા હતા. આજે કોર્ટ આ તમામ દોષીઓને સજા સંભળાવશે. ગુરુમીત રામ રહીમ હત્યાનો મુખ્ય આરોપી હતો. રામ રહીમને સજાની જાહેરાત જોતા પંચકુલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
11 જાન્યુઆરીના રોજ નિર્ણય આવ્યા બાદ હરિયાણા અને પંજાબના અનેક વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાઈ હતી. 2003માં આ હત્યાકાંડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને 2006માં રામ રહીમના ડ્રાઈવર ખટ્ટા સિંહના નિવેદન બાદ ડેરા પ્રમુખનું નામ પણ તેમાં સામેલ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં આરોપ હતા કે, ઓક્ટોબર 2002માં કુલદીપ અને નિર્મલે દિનદહાડે સિરસામાં પત્રકાર રામચંદ્રની ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે 2002માં કેસ નોંધાયો ત્યારે રામ રહીમનું નામ એફઆઈઆરમાં ન હતું. 2003માં તપાસ સીબીઆઈને સોંપાઈ હતી અને 2006માં રામ રહીમના ડ્રાઈવર ખટ્ટા સિંહ દ્વારા આપવામાં આવેલ નિવેદન બાદ ડેરા પ્રમુખનું નામ પણ સામેલ કરવામાં આવ્યં હતું અને 2007માં રામ રહીમ સહિત તમામ આરોપીઓ વિરોધ ચલાન રજૂ કરવામાં આવ્યું હતું.
24 ઓક્ટોબર, 2002ના રોજ સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને 21 નવેમ્બર, 2002ના રોજ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં રામચંદ્ર છત્રપતિનું મોત થયું હતું. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરુમીત રામ રહીમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે પહેલા જ સાધ્વીના યૌન શોષણ મામલે 20 વર્ષની સજા સંભળાવી હતી.
છત્રપતિના દીકરાના જણાવ્યા અનુસાર, રામચંદ્ર છત્રપતિએ સાધ્વીઓના પત્ર પોતાના સમાચારમાં છાપ્યા હતા. આરોપ છે કે, જેના બાદ રામ રહીમે છત્રપતિને મોતના ઘાટ ઉતાર્યા હતા. રામચંદ્રના દીકરા અંશુલ છત્રપતિએ કહ્યું કે, તેમના પિતા રામચંદ્રએ જ સૌથી પહેલા ગુરુમીત રામ રહીમની વિરુદ્ધ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને લખેલી પીડિત સાધ્વીની ચિઠ્ઠી છાપી હતી. વર્ષ 2002માં આ રેપ કેસની માહિતી પત્રકાર રામચંદ્ર છત્રપતિએ પહેલીવાર કરી હતી. સિરસા મુખ્યાલયથી 15 કિલોમીટર દૂર દડબી ગામના રહેનાર રામચંદ્ર છત્રપતિ સિરસા જિલ્લાથી રોજ સાંજે નીકળનાર પેપર છાપતા હતા.