પઠાણકોટ (પંજાબ): જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે આજે (સોમવાર) એક વિશેષ કોર્ટ ચૂકાદો આપી શકે છે. દેશને સ્તબ્ધ કરનારી આ ઘટનામાં ત્રણ જૂને કોર્ટના બંધ રૂમમાં સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા અને સત્ર જજ તેજવિંદર સિંહે આ જાહેરત કરી હતી કે, 10 જૂને આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- પશ્ચિમ બંગાળ હિંસા પર કેન્દ્રએ આપી સલાહ, મમતા સરકારે કહ્યું, ‘સ્થિતિ નિયંત્રણમાં છે’


અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, કઠુઆ દુષ્કર્મ અને હત્યા કેસમાં ચૂકાદો સંભળાવવાને લઇને કોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, હાલાતને ધ્યાનમાં રાખી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવશે. 15 પેજની ચાર્જશીટ અનુસાર ગત વર્ષ 10 જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવેલી 8 વર્ષની બાળકીને કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેને ચાર દિવસ બેભાન રાખવામાં આવી હતી ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.


મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી કથળી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા


સુપ્રીમ કોર્ટનો આદેશ ત્યારે આવ્યો જ્યારે કઠુઆમાં વકીલોએ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને આ સનસનાટીભર્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરવાથી રોક્યા હતા. આ મામલે પ્રોઝક્ટિંગ પાર્ટીમાં જે.કે. ચોપડા, એસ એસ બસરા અને હરમિંદર સિંહ સામેલ હતા.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...