નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે રસીને વાયરસ સામે સૌથી મોટું હથિયાર માનવામાં આવી રહ્યું છે અને હવે 2 વર્ષથી લઈને 18 વર્ષના બાળકો માટેની કોરોના રસી (Corona Vaccine) પર મોટા સમાચાર આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ  ભારત બાયોટેકની કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ભારતમાં બાળકો માટે મંજૂરી મેળવનારી આ પહેલી કોરોના રસી છે.  અત્રે જણાવવાનું કે ભારત બાયોટેક અને ICMR એ મળીને આ કોવેક્સીન રસી બનાવી છે. આ રસી સંપૂર્ણ સ્વદેશી રસી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાયલમાં 78 ટકા અસરકારક સાબિત થઈ છે કોવેક્સીન
ભારત બાયોટેકે (Bharat Biotech) સપ્ટેમ્બરમાં બાળકો પર રસીની ટ્રાયલ પૂરી કરી હતી અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં લગભગ 78 ટકા અસરકાર સાબિત થઈ હતી. કંપની દ્વારા ડેટા સબમિટ થયા બાદ DCGI એ સમીક્ષા કર્યા બાદ કંપની પાસે એડિશનલ ડેટા માંગ્યો હતો. જે શનિવારે સબમિટ કરી દેવાયો હતો. કાલે પણ આ અંગે સબ્જેક્ટ કમિટી એટલે કે SEC ની બેઠક થઈ હતી અને આજે થયેલી બેઠકમાં 2થી 18 વર્ષના બાળકો માટે કોવેક્સીન રસીને મંજૂરી આપવામાં આવી. 


PIB Fact Check: દેશમાં ફરીથી Lockdown લાગશે? દિવાળી સુધી ટ્રેનો બંધ થશે? વિગતવાર વાંચો અહેવાલ 


બાળકોને લગાવવામાં આવશે બે ડોઝ
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) થી મંજૂરી મળ્યા બાદ જલદી 2થી 18 વર્ષના બાળકો માટે રસી અભિયાનની શરૂઆત કરવામાં આવશે. બાળકોને કોવેક્સીનના બે ડોઝ આપવામાં આવશે. 


Good News! હવે ફક્ત 634 રૂપિયામાં ઘરે બેઠા મળશે LPG સિલિન્ડર, ખાસ જાણો કેવી રીતે


દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે 95.89 કરોડ ડોઝ
ભારતમાં કોરોના રસી અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીના રોજ થઈ હતી. અત્યાર સુધીમાં 18 વર્ષથી ઉપરના લોકોને રસી મૂકાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 95 કરોડ 89 લાખ 78 હજાર 49 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં 68 કરોડ 65 લાખ 80 હજાર 570 લોકો ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે 27 કરોડ 23 લાખ 97 હજાર 479 લોકો રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube