નવી દિલ્હીઃ Coronavirus Vaccine: ભારત બાયોટેક  (Bharat Biotech) એ રવિવારે કહ્યું કે, તેની કોવિડ-19 વિરોધી રસી (Covid Vaccine) ભારત અને બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના સ્વરૂપો વિરુદ્ધ અસરકારક સાબિત થઈ છે. એક જાણીતા મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચનો હવાલો આપતા હૈદરાબાદની રસી નિર્માતા કંપની ભારત બાયોટેકે કહ્યું કે, કોવૈક્સીન (Covaxin) રસી ભારત અને બ્રિટનમાં ક્રમશઃ સામે આવેલા બી.1.617 અને બી.1.1.7 સહિત કોરોના વાયરસના બધા મુખ્ય સ્વરૂપો વિરુદ્ધ અસરકારક સાબિત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપની પ્રમાણે, આ રિસર્ચ રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન અને ભારતીય તબીબી સંશોધન પરિષદએ સાથે મળીને કરી હતી. ભારત બાયોટેકના સહ-સંસ્થાપક તથા જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઇલાએ એક ટ્વીટમાં કહ્યું- કોવૈક્સીનને એકવાર ફરી આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી છે. પ્રકાશિત થયેલ વૈજ્ઞાનિક રિચર્સના આંકડા નવા સ્વપૂરો વિરુદ્ધ પણ સુરક્ષાને દર્શાવે છે. 


કાબુમાં આવી રહ્યો છે Corona, પોઝિટિવિટી રેટ 24.47% થી ઘટીને 16.98% થયો  


દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,62,437 દર્દીઓ સાજા થયા બાદ અત્યાર સુધી 2,07,95,335 લોકો રિકવર થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,11,170 નવીા કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ 41,664 કેસ કર્ણાટકથી આવ્યા, તો મહારાષ્ટ્રથી 34,848 અને તમિલનાડુથી 33658 કેસ સામે આવ્યા છે. 


કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુદર 1.09 ટકા છે. મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 4077 દર્દીઓના મોત થયા. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 960 અને કર્ણાટકમાં 349 લોકોના મૃત્યુ થયા છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube