વોશિંગ્ટન: અભ્યાસ કરવા માટે અમેરિકા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. અમેરિકાની 400થી વધુ કોલેજ અને યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓના રસીકરણ અંગે નિયમો જાહેર કર્યા છે. જે હેઠળ વિદ્યાર્થીઓ માટે WHO દ્વારા અપ્રુવ કરવામાં આવેલી રસીના ડોઝ લેવા જરૂરી કરાયા છે. આ નિયમ હેઠળ ભારત અને રશિયાના વિદ્યાર્થીઓ માટે નવી સમસ્યા પેદા થઈ છે. કારણ કે ભારતમાં વિક્સિત કોવેક્સીન  (Covaxin) અને રશિયા દ્વારા વિક્સિત કરાયેલી સ્પુતનિક વી (Sputnik-V) ને WHO એ અપ્રુવ કરી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી કરાવવું પડશે રજિસ્ટ્રેશન
ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓએ કોવેક્સીન કે સ્પુતનિક-વીના ડોઝ લીધા છે, તેમણે અમેરિકા ગયા બાદ ફરીથી રસીકરણ કરાવવું પડશે. રિપોર્ટ મુજબ અમૃતસરની વિદ્યાર્થીની મિલોની દોષીના હવાલે જણાવવામાં આવ્યું છે કે તેને ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે. કોવેક્સીનનો ડોઝ લેવાના કારણે તેને કેમ્પસમાં પહોંચ્યા બાદ ફરીથી એવી રસીનો ડોઝ લેવાનો કહેવાયું જેને WHO એ અપ્રુવ કરી છે. 


Research માં વૈજ્ઞાનિકોનો દાવો: કોરોનાની આ રસી બનાવે છે વધુ એન્ટીબોડી


2 વાર રસીકરણ કરાવવું સુરક્ષિત?
આ રીતે બે વાર રસીકરણ કરાવવું સુરક્ષિત રહેશે કે નહીં. આ અંગે હજુ સુધી કોઈ તજજ્ઞએ જણાવ્યું નથી કે બે વાર રસીકરણ કરવામાં આવે તો કેવી અસર થાય. મિલોની આ વિશે કહે છે કે 'હું બે અલગ અલગ રસીને લઈને ચિંતિત છું.' સ્પષ્ટ છે કે આ ચિંતા ફક્ત મિલોનીની નહીં પરંતુ એવા હજારો ભારતીય વિદ્યાર્થીઓની હશે તે અભ્યાસ માટે અમેરિકા જવાના છે. 


Corona: કોરોના બાદ 16 કલાકના માસૂમને થઈ એવી બીમારી, ડોક્ટરો પણ ચોંકી ગયા, ભારતમાં દુનિયાનો પહેલો કેસ


8 રસીને મળ્યું છે અપ્રુવલ
WHO એ અત્યાર સુધીમાં 8 રસીના ઈમરજન્સી ઉપયોગ માટે અપ્રુવલ આપી છે. જેમાંથી 3 રસી અમેરિકાની છે. આ રસી ફાઈઝર-બાયોએનટેક, મોડર્ના, જ્હોન્સન એન્ડ જ્હોન્સનની છે. આ ઉપરાંત કોવિશીલ્ડ અને ચીનની સાઈનોવેકને પણ મંજૂરી મળેલી છે. અમેરિકામાં અભ્યાસ માટે જનારા સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ચીનના છે અને બીજા નંબરે ભારતના છે. ચીનની સાઈનોવેકને તો મંજૂરી મળી ગઈ છે પણ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ પરેશાની થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube