નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસીકરણની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, કોરોનાની બીજી લહેર હજુ ખતમ થઈ નથી. કેટલાક ક્ષેત્ર ચિંતાના વિષય બનેલા છે. વેક્સિનેશન સંક્રમણને ઓછુ જરૂર કરશે, પરંતુ સંક્રમણ ન થાય તેની ગેરંટી નથી. તેમણે કહ્યું કે એવી કોઈ વેક્સિન નથી જે દાવા કરી શકે કે 100 ટકા સંક્રમણ થશે નહીં. તેનાથી બીમારીની ગંભીરતા અને મોતને રોકી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે શરૂઆતના કેટલાક સપ્તાહમાં કોરોનાના કેસમાં એક મોટો ઘટાડો નોંધાઈ રહ્યો હતો પરંતુ છેલ્લા બે-ત્રણ સપ્તાહથી કોરોના વાયરસના કેસમાં થઈ રહેલા ઘટાડાના દર ઓછો થયો છે જે ચિંતાનો વિષય છે. તેને લઈને રાજ્યો સાથે વાત કરવામાં આવી રહી છે. દેશમાં 22 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 4 સપ્તાહમાં કોરોનાના મામલામાં વૃદ્ધિ થઈ છે. તેમાં કેરલના 7 જિલ્લા, મણિપુરના 5 જિલ્લા, મેઘાલયના 3 જિલ્લા, અરૂણાચલ પ્રદેશના 3 જિલ્લા, મહારાષ્ટ્રના 2 જિલ્લા, અસમનો એક અને ત્રિપુરાનો એક જિલ્લો સામેલ છે.


CM મમતા બેનર્જીએ PM મોદી સાથે કરી મુલાકાત, પેગાસસ પર સર્વદળીય સંમેલન બોલાવવાની કરી માંગ  


- સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, દેશમાં હજુ 54 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. 


મહત્વનું છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સવારે જારી આંકડા પ્રમાણે 24 કલાક દરમિયાન સંક્રમણના નવા 29,689 કેસ સામે આવ્યા છે. ભારતમાં અત્યાર સુધી કુલ 3,14,40,951 પોઝિટિવ કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube