Health Ministry Big Decision on Corona Vaccine: દેશમાં કોરોનાના ઘટતા કેસ અને રસીકરણના વધતા પર્સન્ટેજ જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નક્કી કર્યું છે કે હવે તેઓ વધુ કોવિડ રસી ખરીદશે નહીં. એટલું જ નહીં સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ માટે ફાળવવામાં આવેલા 4,237 કરોડ રૂપિયા નાણા મંત્રાલયને પરત પણ કર્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 1.8 કરોડથી વધુ રસી હજુ પણ સરકારના સ્ટોકમાં છે. જે છ મહિનાના રસીકરણ અભિયાન માટે પૂરતી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ લેવાયો આ નિર્ણય
વાત જાણે એમ છે કે કોવિડ-19ના કેસ ઘટવાના કારણે રસી લેનારાની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે રસીકરણને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા નથી મળતો. આ વર્ષે સરકારે પણ તમામ વયસ્કોને મફતમાં બુસ્ટર ડોઝ આપવા માટે અમૃત મહોત્સવ નામથી 75 દિવસનું કોવિડ રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ રસીની વધુ માંગ જોવા મળી નહી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ઘણા પ્રમાણમાં રસીનો સ્ટોક પડ્યો છે. જેમાંથી  કેટલીક તો આગળના ગણતરીના મહિનાઓમાં એક્સપાયર પણ થઈ જશે. હવે આ બધા  કારણો જોતા સરકારે હવે રસી ન ખરીદવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે 6 મહિના બાદ હાલાત પ્રમાણે આગળ નિર્ણય લેવાશે. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube