Covid-19 fourth wave: દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના વધતા જતા ગ્રાફે ફરી ચિંતા વધારી છે. દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના 648 નવા કેસ સામે આવ્યા અને પાંચના મોત થયા. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,268 થઇ ગઇ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં રવિવારે 2,962 કોવિડ 19 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 6 કોરોના સંક્રમિત દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 4.29%
સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર દિલ્હીમાં હાલ કોરોના પોઝિટિવિટી રેટ 4.29 ટકા છે. દિલ્હીમાં 1,000 થી ઓછા કેસ સામે આવવાનો ચોથો દિવસ છે. શનિવારે દિલ્હીમાં કોવિડ 19ના 678 કેસ સામે આવ્યા હતા અને સંક્રમણથી બેના મોત થયા હતા. શુક્રવારે દિલ્હીમાં 5.30 ટકા પોઝિટિવિટી રેટ નોંધાયો હતો અને 813 કોવિડ 19 કેસ નોંધાયા છે. 

પોતાની ઇજ્જત વેચીને ફૌજને મદદ કરી રહી છે આ મહિલાઓ, આ રીતે કમાયા કરોડો


દિલ્હીમાં ઓમિક્રોનના બંને વેરિએન્ટ
દિલ્હીમાં ઓમિક્રોના બીએ.4 અને બીએ.5 વેરિએન્ટના કેટલાક કેસની પુષ્ટિ થઇ છે. કોરોનાના આ બંને જ વેરિએન્ટ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. પરંતુ વિશેષજ્ઞોએ કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. કાર્ણ કે તે ગંભીર સંક્રમણ ફેલાવતા નથી. દિલ્હીમાં દૈનિક કોવિડ 19 કેસની સંખ્યાએ મહામારીની ત્રીજી લહેર દરમિયાન 13 જાન્યુઆરીને રેકોર્ડ 28,867 ના ઉચ્ચ સ્તરને અડકે લીધો હતો. દિલ્હીએ 14 જાન્યુઆરીને પોઝિટિવિટી રેટ 30.6 ટકા નોંધાયો હતો. જે મહામારીની ત્રીજી લહેર દરમિયના સૌથી વધુ હતી. 

Alia Bhatt Pregnancy: બેબી બંપ સંતાડવા માટે આલિયા ભટ્ટે પહેર્યા હદ વધુ ટાઇટ કપડાં, ફ્રન્ટ કટ પરથી હટશે નહી નજર


સ્વાસ્થ્ય વિભાગે એક બુલેટિનમાં કહ્યું કે મહારાષ્ટ્રે રવિવારે 2,962 કોવિડ 19 ના કેસ નોંધાયા હતા. જેમાં ફક્ત મુંબઇમાં જ 761 નવા કેસ સામે આવ્યા છે. ઓમિક્રોનના બીએ.4 વેરિએન્ટનો પણ એક દર્દી સામે આવ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાથી 6 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. એક દિવસ પહેલાં શનિવારે રાજ્યમાં 2,971 કેસ અને પાંચ મોત થયા હતા. રાજ્યમાં કોરોનાના 22,485 સક્રિય કેસ છે. 


ઓમિક્રોનના સબ વેરિએન્ટનો વધ્યો ડર
રાજ્યમાં BA.4 અને BA.5 કોરોના દર્દીઓની સંખ્યા વધીને 64 થઇ ગઇ છે. પૂણેમાં 15, મુંબઇમાં 34, નાગપુર, થાણે અને પાલઘરમાં ચાર-ચાર અને રાયગઢમાં ત્રણ કેસ સામે આવ્યા છે. મુંબઇમાં 761 કોરોનાના કેસ સાથે ત્રણ મોત સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના મૃત્યું દર હવે 1.85 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube