Covid 19 India: ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં ઘટી રહ્યાં છે કેસઃ સ્વાસ્થ્ય મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં પણ દરરોજ COVID19 કેસમાં નિયમિત ઘટાડો થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ વિશે જાણકારી આપતા પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, ભારતમાં દરરોજ નવા કોરોના કેસ અને મૃત્યુમાં ઘટાડાની પ્રવૃતિ જોવા મળી છે. મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગણા, ચંડીગઢ, લદ્દાખ, દમન અને દીવ, લક્ષદ્વીપ અને અંડમાન નિકોબારમાં નવા કેસમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે. ICMR ના ડીજી ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, નેશનલ પોઝિટિવિટી રેટ 21 ટકાની આસપાસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં પણ દરરોજ COVID19 કેસમાં નિયમિત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં 13 એવા રાજ્યો છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 6 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ વચ્ચે સક્રિય કેસ છે. તો 17 રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા 50 હજારથી ઓછી છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube