Corona: દેશના 10 જિલ્લાની સ્થિતિ સૌથી વધુ ખરાબ, 8 મહારાષ્ટ્રનાઃ સ્વાસ્થ્ય મંત્રાલય
Corona update india: કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં યૂકેના 807 સ્ટ્રેન, આફ્રિકાના 47 સ્ટ્રેન અને બ્રાઝિલ વેરિએન્ટનો એક કેસ મળ્યો છે. આમ દેશમાં નવા સ્ટ્રેનના કુલ 855 કેસ સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા કેસ (Corona virus cases) અને રસીકરણની સ્થિતિને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, દેશભરમાં 10 જિલ્લા છે જેમાં સૌથી વધુ સક્રિય કેસ છે. આ 10 જિલ્લામાં પુણે, મુંબઈ, નાગપુર, ઠાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગલુરૂ શહેર, નાંદેડ, દિલ્હી અને અહમદનગર છે. મહત્વનું છે કે આ 10 જિલ્લામાં 8 જિલ્લા મહારાષ્ટ્રના છે. દેશમાં સાપ્તાહિત રાષ્ટ્રીય એવરેજ પોઝિટિવિટી રેટ 5.65 ટકા છે. મહારાષ્ટ્રમાં સાપ્તાહિત એવરેજ 23 ટકા છે, પંજાબમાં સાપ્તાહિક એવરેજ 8.82 ટકા, છત્તીસગઢનો 8 ટકા, મધ્યપ્રદેશનો 7.82 ટકા, તમિલનાડુનો 2.50 ટકા, કર્ણાટકનો 2.45 ટકા, ગુજરાતનો 2.2 ટકા અને દિલ્હીનો 2.04 ટકા છે.
રાજેશ ભૂષણે કહ્યુ કે, અમે જોયું કે મોટાભાગના રાજ્યોમાં આઇસોલેશન થઈ રહ્યું નથી. લોકોને ઘર પર અલગ રહેવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તે માટે નજર રાખવી જોઈએ કે ખરેખર તેમ થી રહ્યું છે. જો તે ન રહી શકે તો તેણે સંસ્થાગત રૂપથી અલગ થવું જોઈએ. દિલ્હી તેના માધ્યમથી સંખ્યાને નિયંત્રણમાં લાવવા સક્ષમ છે.
દેશમાં વર્તમાન કોરોનાની સ્થિતિ પર નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, કેટલાક જિલ્લામાં તેજી ગંભીર છે અને ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યાં છે, પરંતુ દેશ સંભવિત રૂપથી જોખમની સ્થિતિમાં છે. વાયરસ રોકવા અને જીવન બચાવવાના પ્રયાસ થવા જોઈએ.
આ પણ વાંચોઃ PM મોદીએ બાંગ્લાદેશના પ્રવાસમાં તોડી આચાર સંહિતા, ફરિયાદ લઈ ચૂંટણી પંચ પહોંચી TMC
ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 56,211 નવા કેસ સામે આવ્યા છે અને 271 લોકોના મોત થયા છે. આ દરમિયાન 37028 લોકો સંક્રમણ મુક્ત થયા છે. દિલ્હીમાં આજે કોરોનાના નવા 992 કેસ સામે આવ્યા છે અને 4 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કુલ કેસ 660611 છે અને અત્યાર સુધી 11016 લોકોના મૃત્યુ થયા છે.
ભારતમાં નવા સ્ટ્રેનના કુલ 855 કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં યૂકેના 807 સ્ટ્રેન, આફ્રિકાના 47 સ્ટ્રેન અને બ્રાઝિલ વેરિએન્ટનો એક કેસ મળ્યો છે. આમ દેશમાં નવા સ્ટ્રેનના કુલ 855 કેસ સામે આવ્યા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube