Covid Vaccine: દેશને મળી પ્રથમ નેઝલ વેક્સીન, ભારત બાયોટેકની ઇન્સ્ટાનેસલને DCGIએ આપી મંજૂરી
COVID-19 Vaccine: ભારત બાયોટેકને ઇન્સ્ટાનેસલ કોવિડ-19 વેક્સીન માટે ડીસીજીઆઈ પાસેથી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે.
નવી દિલ્હીઃ Bharat Biotech Nasal Vaccine: ભારત બાયોટેકને ઇન્સ્ટાનેસલ કોવિડ-1+ વેક્સીન માટે ડીસીજીઆઈ (DCGI) પાસેથી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી છે. આ કોરોના માટે નાકથી અપાનારી ભારતની પ્રથમ વેક્સીન હશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, 'કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઈને મોટો બૂસ્ટ મળ્યો છે. ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S COVID-19 (ચિમ્પાન્ઝી એડેનોવાયરસ વેક્ટરેડ) રીકોમ્બિનેન્ટ નેઝલ વેક્સીનને ઇમરજન્સી સ્થિતિમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube