નવી દિલ્હીઃ Mutant of Delta Variant Found in India: કોવિડ-19 મહામારી છેલ્લા દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી દુનિયાભરના દેશોમાં ગંભીર સમસ્યા બનેલી છે. આ વચ્ચે કોરોનાનું મ્યૂટેન્ટ સ્વરૂપ ડેલ્ટા વેરિએન્ટ આવ્યું, જેને અધ્યયનમાં વધુ સંક્રામક અને ઘાતક માનવામાં આવ્યું. બ્રિટનમાં ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત દર્દી મળ્યા, ત્યારબાદ તેના પર નજર રાખવામાં આવી રહી છે. હવે ભારતમાં આ વેલ્ટા વેરિએન્ટના નવા સ્વરૂપ એટલે કે મ્યૂટેન્ટના નવા કેસ સામે આવ્યા છે, જે ડેલ્ટા વેરિએન્ટથી પણ વધુ ઘાતક છે. પરંતુ તેનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઓછી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) એ તે રિપોર્ટ જાહેર કર્યો છે કે ઇન્દોરમાં કોવિડ-19 સંક્રમિત ડેલ્ટા વેરિએન્ટના નવા મ્યૂટેન્ટના કેસ ડિટેક્ટ થયા છે, જે ડેલ્ટા વેરિએન્ટથી વધુ ખતરનાક છે. ઇન્દોરના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી ડો. બીએસ સૈત્યએ જણાવ્યુ કે, તેમાંથી બે મહૂ છાવનીમાં તૈનાત સેના અધિકારી છે. સેમ્પલ સપ્ટેમ્બરમાં લેવામાં આવ્યા હતા. 


INSACOG નેટવર્કના વૈજ્ઞાનિક સાર્સ-કોવ-2ના વેરિએશન પર નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, AY.4.2 થી સંબંધિત નિષ્કર્ષોમાં હજુ પણ ઉચ્ચ સ્તરની અનિશ્ચિતતા છે અને તે કહેવું ઉતાવળ હશે કે આ વેરિએન્ટમાં સંક્રમિત/મૃત્યુનું જોખમ વધુ છે. નવા વેરિએન્ટની ચિંતાઓ વચ્ચે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે હજુ મહામારી ખતમ થઈ નથી. 


આ પણ વાંચોઃ Aryan Khan Drugs Case: સમીર વાનખેડેએ માંગ્યા 8 કરોડ રૂપિયા! સાક્ષીએ લગાવ્યો મોટો આરોપ


21 ઓક્ટોબરે યૂએસ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલે જણાવ્યું હતું કે તેના ડેટાબેસમાં અત્યાર સુધી AY.4.2 ના 10થી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે  VUI-21OCT-01 ના 5120 કેસ સામે આવ્યા છે. તેનું બીજું નામ AY.4.2 છે. આ વેરિએન્ટનો પ્રથમ કેસ જુલાઈમાં સામે આવ્યો હતો. 


મહત્વનું છે કે AY.4.2 નામના આ સબ-વેરિએન્ટમાં મૂળ ડેલ્ટા વેરિએન્ટથી 10-15 ટકા વધુ સંક્રામક જણાવવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ નિષ્ણાંતો તે કહી રહ્યાં છે કે તેના મોટા પાયે ફેલાવાની સંભાવના ઓછી છે. જો વધુ કેસ સામે આવે તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી સબ-વેરિએન્ટને 'વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ'ની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube