નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ગત થોડા દિવસોમાં કોરોના મહામારીનો જોરદાર પ્રકોપ જોવા મળ્યો છે. જોકે હવે દિલ્હીમાં કોવિડ 19 કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ દરમિયાન દિલ્હીવાસીઓ માટે વધુ એક રાહતના સમાચાર છે. જોકે દિલ્હી સરકારે આરટી-પીસીઆર ટેસ્ટની કિંઅમ્ત નિર્ધારિત કરી દીધી છે. દિલ્હી સરકારે કોવિડ RT-PCR ટેસ્ટની કિંમત 2400થી ઘટાડીને 800 કરવાનો આદેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાતની જાણકારી અરવિંદ કેજરીવાલે પોતે આપી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે આ નિર્દેશ કરતાં કહ્યું કે 'મેં નિર્દેશ આપ્યા છે કે દિલ્હીમાં આરટી પીસીઆર ટેસ્ટના દરમાં ઘટાડો કરવામાં આવે. સરકારના પ્રતિષ્ઠાનોમાં આરટી પીસીઆર ટેસ્ટ નિશુલ્ક કરવામાં આવે. જોકે તેનાથી તે લોકોને મદદ મળશે. જે વ્યક્તિ પોતાનો કોરોના ટેસ્ટ પ્રાઇવેટ લેબમાં કરાવી રહ્યા છે. 


તો બીજી તરફ મુખ્યમંત્રીના નિર્દેશ પર અમલ કરતાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનએ આરટી પીસીઆર ટેસ્ટના દરમાં ઘટાડાના પ્રસ્તાવ પર કાર્યવાહી શરૂ કરી. સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું 'મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર તાત્કાલિક પ્રભાવથી કાર્યવાહી કરવામાં આવે. 


કોવિડ 19 પર કાબૂ મેળવવા માટે ઘટ્યા RT-PCTR ટેસ્ટના ભાવ
દિલ્હીમાં કોરોના તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટની નવી કિંમત 800 થશે. દિલ્હી સરકારનું માનવું છે કે કોરોના ટેસ્ટની કિંમત ઓછી થતાં વધુ લોકો કોરોના તપાસ કરાવી શકે. જેથી આ મહામારી પર કાબૂ મેળવી શકાય છે. દિલ્હી સરકાર દ્વારા સોમવારે લેવામાં આવેલા નિર્ણયમાં આરટી પીસીઆર ટેસ્ટની કિંમતોમાં લગભગ 1600 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં હજુ પણ કોરોના સંક્રમણન આરટી પીસીઆર ટેસ્ટની કિંઅમ્ત 2400 રૂપિયા હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube