દેશમાં રસીની અછત થશે દૂર, સીરમને મળી રશિયાની Sputnik V વેક્સિન બનાવવાની મંજૂરી
આ સમયે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. હવે સીરમને પણ વેક્સિન ઉત્પાદનની મંજૂરી મળતા દેશમાં રસીની ચાલી રહેલી અછત દૂર થઈ શકે છે.
નવી દિલ્હીઃ એસ્ટ્રાઝેનેકાની સાથે મળી દેશમાં કોવિશીલ્ડ વેક્સિન બનાવી રહેલી પુણે સ્થિત દેશની સૌથી મોટી દવા નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of india) ને રશિયાની સ્પુતનિક-V વેક્સિન બનાવવાની મંજૂરી મળી ગઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, વેક્સિનના પરીક્ષણ અને વિશ્લેષણ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ કેટલીક શરતો સાથે શુક્રવારે સીરમને મંજૂરી આપી છે.
આ પહેલા સીરમ ઈન્સ્ટિટ્યુટના પુણે સ્થિત પોતાના લાઇસન્સ પ્રાપ્ત હડપસર કેન્દ્રમાં ટ્રાયલ, તપાસ તથા વિશ્લેષણ માટે કોવિડ-19 રસી સ્પુતનિક-V ને બનાવવાની મંજૂરી માંગતા ડીસીજીઆઈને અરજી કરી હતી. પુણે સ્થિત કંપનીએ પોતાના હડપસર કેન્દ્રમાં સ્પુતનિક-V બનાવવા માટે મોસ્કોના ગમલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીની સાથે કરાર કર્યો છે.
આ પણ વાંચોઃ ફાઇઝર વેક્સિન ભારતમાં મળેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ ઓછી અસરકારકઃ રિપોર્ટ
સૂત્રોએ જણાવ્યું કે, સીરમ 18 મેએ બાયોટેકનોલોજી વિભાગની આનુવંશિક મેનીપ્યુલેશન સમીક્ષા સમિતિ (આરસીજીએમ) ને પણ અરજી આપી સંશોધન અને વિકાસ કાર્ય કરવા માટે સ્ટ્રેન કે કોશિકાઓ બેન્કને આયાત કરવાની મંજૂરી માંગી હતી. આરસીજીએમે એસઆઈઆઈને અરજીના સંબંધમાં કેટલાક સવાલ કર્યા છે અને પુણે સ્થિત કંપની તથા ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી વચ્ચે સામગ્રી હસ્તાતંરણ સંબંધી સમજુતીની કોપી પણ માંગી છે.
આ સમયે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. એક સૂત્રએ જણાવ્યું- SII એ ભારતના DCGI ને બુધવારે એક અરજી આપી, જેમાં તેના લાયસન્સ પ્રાપ્ત હડપસર કેન્દ્રમાં ટ્રાયલ, તથા વિશ્લેષણ માટે કોવિડ-19 સ્પુતનિક-વીના ભારતમાં ઉત્પાદનની મંજૂરી માંગવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Corona: દેશમાં નવા કેસમાં 68 ટકાનો ઘટાડો, રિકવરી રેટમાં વધારોઃ સ્વાસ્થ્ય મંત્રાલય
આ મંજૂરી મળ્યા બાદ સીરમની ભારતમાં રસીના પ્રતિબંધિત ઇમરજન્સી ઉપયોગની મંજૂરી લેવાની યોજના છે. સીરમ પહેલા સરકારને જણાવી ચુકી છે કે તે જૂનમાં 10 કરોડ કોવિશીલ્ડ ડોઝનું ઉત્પાદન અને આપૂર્તિ કરશે. તે નોવાવૈક્સની રસી પણ બનાવી રહી છે. નોવાવૈક્સ માટે અમેરિકાથી નિયામક સંબંધી મંજૂરી હજુ મળી નથી. ડીસીજીઆઈએ એપ્રિલમાં તેના આપાત ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. સ્પૂતનિક વીના 30 લાખ ડોઝનો બીજો જથ્થો મંગળવારે હૈદરાબાદ પહોંચ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube