મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસ (Corona Virus) થી હાલાત ખુબ જ ખરાબ છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે કોવિડ-19ના વધતા કેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે કોરોના વાયરસ ટાસ્ક ફોર્સને એ પણ તપાસ કરવાનું કહ્યું છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ કેસ કેમ વધી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીવાળા રાજ્યોમાં કેમ નથી વધી રહ્યો કોરોના
ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી અસલમ શેખે (Aslam Shaikh) કહ્યું કે 'અમે કોવિડ-19 (Covid-19) ટાસ્ક ફોર્સને એ સ્ટડી કરવાનું કહ્યું છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ કેસ કેમ વધી રહ્યા છે અને જ્યાં ચૂંટણી થઈ રહી છે તે રાજ્યોમાં કેમ વધતા નથી. અનેક મંત્રી ત્યાં મોટા પાયે સભાઓ કરી રહ્યા છે પરંતુ ત્યાં કોરોના વાયરસના કેસમાં કોઈ ઉછાળો નથી.'


Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube