નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની ચોથી લહેરની આશંકા વચ્ચે નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 5337 કેસસામે આવ્યા અને 7 લોકોના મોત થયા હતા. સૌથી મોટી વાત છે કે કાલના મુકાબલે આજે નવા કેસમાં 41 ટકાનો વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં ફરી વધી રહ્યાં છે કેસ
દેશની રાજધાનીમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે આજે 550 કેસ સામે આવ્યા જ્યારે એકનું મોત થયું છે. નવા કેસ સાથે રાજધાનીમાં સંક્રમણ દર વધીને 2.84 ટકા થઈ ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી કોરોનાના કુલ 19,09,991 કેસ સામે આવ્યા અને અત્યાર સુધી 26214 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 15 મે બાદ બુધવારે સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં 15 મેએ 613 કેસ નોંધાયા હતા. 


આ પણ વાંચોઃ પયગંબર વિવાદ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીને મળ્યા પીએમ મોદી, આ મુદ્દે થઈ ચર્ચા


છેલ્લા એક સપ્તાહના આંકડા જોઈએ તો કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 8 જૂને રાજધાનીમાં 450 કેસ સામે આવ્યા હતા. તો 6 જૂન સોમવારે 247 કેસ આવ્યા અને સંક્રમણ દર 3.47 ટકા હતો. અહીં રવિવાર એટલે કે 5 જૂને 343 કેસ સામે આવ્યા હતા. 


મુંબઈમાં ડબલ થઈ રહ્યાં છે કેસ
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળ્યો છે. અહીં એક સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યા ડબલ થઈ ગઈ છે. મુંબઈમાં બુધવારે કોવિડના 1765 નવા કેસ સામે આવ્યા, જે 26 જાન્યુઆરી બાદ એક દિવસમાં સૌથી વધુ છે. સંક્રમણના કારણે કોઈના મોતની માહિતી નથી.


આ પણ વાંચોઃ મૂસેવાલાની હત્યા પર દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, લોરેન્સ બિશ્નોઈ છે માસ્ટરમાઇન્ડ


રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં 2 જૂને કોરોનાના 704 કેસ સામે આવ્યા તો 7 જૂને આંકડો 1242 પર પહોંચી ગયો હતો. અહીં જૂનના પ્રથમ દિવસથી દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને પાર કરી ગયો છે. મુંબઈમાં 4 જૂને કોરોનાના 889 નવા કેસ સામે આવ્યા હતા. તો 5 જૂને આ આંકડો વધીને 961 પર પહોંચી ગયો હતો. 7 જૂને સંક્રમિતોની સંખ્યા ત્રણ ગણી વધી ચાર આંકડામાં પહોંચી ગઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV