India COVID-19 Update: ફરી ચેતી જજો! છેલ્લા 24 કલાકમાં દેશમાં 16 હજારથી વધુ કેસ, 31 લોકોનું મોત
India Coronavirus Update: શનિવારે નોંધાયેલા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 11 હજાર 711 થઈ ગઈ છે. જ્યારે, હાલના સમયમાં દેશમાં ડેઈલી પોઝિટિવટી રેટ 4.27 સુધી પહોંચી ચૂક્યો છે.
India Coronavirus Update: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. નવા કેસના આંકડો હાલ જાહેર કરવામાં આવ્યા છે, બીજી બાજુ કોરોના વાયરસના નવા કેસ રોજેરોજ 15 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે, જે ચિંતાનું કારણ બન્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 16 હજાર 103 નવા કેસ નોંધ્યા છે, જ્યારે 31 લોકોનું મોત થયું છે.
શનિવારે નોંધાયેલા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 11 હજાર 711 થઈ ગઈ છે. જ્યારે, હાલના સમયમાં દેશમાં ડેઈલી પોઝિટિવટી રેટ 4.27 સુધી પહોંચી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં 13 હજાર 929 દર્દી આ મહામારીમાંથી સ્વસ્થ થયા છે. ગઈકાલના મુકાબલે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે દેશમાં કોવિડના 17,092 નવા કોવિડ કેસ સામે આવ્યા, જ્યારે 29 દર્દીઓના મોત થયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube