નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મોતના આંકડામાં હજુ પણ ઉતાર ચડાવ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ 19ના કારણે એકવાર ફરીથી 3400થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 91 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ અગાઉ ગુરુવારે બહાર પડેલા આંકડા મુજબ દેશભરમાં 94 હજાર નવા કેસ નોંધાયા હતા. જ્યારે 6148 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 


24 કલાકમાં 91 હજારથી વધુ નવા કેસ, 3400થી વધુ લોકોના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 91,702 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,92,74,823 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 1,34,580 દર્દીઓ રિકવર થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 2,77,90,073 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. જો કે મોતના આંકડામાં હજુ પણ ઉતાર ચડાવ ચાલુ છે. 24 કલાકમાં 3403 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 3,63,079 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલતા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 24,60,85,649 લોકોનું રસીકરણ થયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube