Covid 19 Update: એક દિવસની રાહત બાદ કોરોનાથી મોતનો આંકડો ફરી વધ્યો, 24 કલાકમાં 2.59 લાખ નવા કેસ
ભારતમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ ચાલુ છે. એક દિવસની રાહત બાદ એકવાર ફરીથી મોતનો આંકડો વધી ગયો છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ ચાલુ છે. એક દિવસની રાહત બાદ એકવાર ફરીથી મોતનો આંકડો વધી ગયો છે. દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં 4200થી વધુ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. જો કે નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 2.59 લાખ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ અગાઉ ગુરુવારે 2.76 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.
કોરોનાથી થનારા મોતની સંખ્યા ફરી વધી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona) વાયરસથી 4209 દર્દીઓના મોત થયા છે. આ અગાઉ ગુરુવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાં 3874 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. જ્યારે 19મી મેના રોજ દેશભરમાં 4529 લોકોના મોત થયા હતા. જે મહામારીની શરૂઆતથી સૌથી વધુ સંખ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 2,91,331 પર પહોંચી ગયો છે.
Corona પર ચોંકાવનારી વાત સામે આવી, સંક્રમિત વ્યક્તિની છીંકથી આટલા મીટર દૂર જઈ શકે વાયરસ
સતત ઓછા થઈ રહ્યા છે એક્ટિવ કેસ
કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ ચાલુ છે. જો કે આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં હાલ 30,27,925 લોકો સારવાર હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube