નવી દિલ્હી: સમગ્ર દેશમાં રસીકરણ ઝૂંબેશને પ્રોત્સાહન આપવા માટે ખ્યાતનામ ગીતકાર પદ્મશ્રી કૈલાશ ખેરનું દૃશ્ય-શ્રાવ્ય ગીત આજે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી હરદીપસિંહ પુરી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ એમ બન્ને રીતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી રામેશ્વર તેલી, સચિવ PNG તરૂણ કપૂર, મંત્રાલય અને ઓઇલ અને ગેસ PSUના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ગીત ઓઇલ અને ગેસ PSU દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારત આગામી અઠવાડિયે 100 કરોડ રસીઓનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા જઇ રહ્યું છે. જ્યારે માર્ચ 2020માં દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે ભારત PPE કિટ, વેન્ટિલેટર અને અન્ય જરૂરી તબીબી પુરવઠાની આયાત ઉપર નિર્ભર હતું, પરંતુ ખૂબ ટૂંકા સમયગાળામાં આપણે આ તમામ ચીજ-વસ્તુઓ સ્થાનિક રીતે ઉત્પાદિત કરવા સક્ષમ બન્યા હતા, અને હવે આપણે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા વધારે સારી રીતે સજ્જ બની ગયા છીએ. 


આ બાબત આપણાં સૌના યોગદાન અને પ્રધાનમંત્રીના દીર્ધદ્રષ્ટી ભર્યા નેતૃત્વના કારણે શક્ય બની શકી છે. તેમણે જણાવ્યું હતું કે તે સંતોષની વાત છે કે જે લોકો નકારાત્મક વાતાવરણ ઊભું કરવા ઇચ્છતા હતા તેઓ નિષ્ફળ ગયા છે અને કોવિડ સામેની લડાઇએ લોક ઝૂંબેશનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેમણે જણાવ્યું હતું કે વાઇરસ એક દુશ્મન છે અને તેની સામે લડવા આપણે સૌએ હાથ મિલાવવાના છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ગીતકારો લોકોની કલ્પના ઝડપી શકે છે અને કૈલાશ ખેરે ગાયેલું આ ગીત ગેરમાન્યતાઓ દૂર કરવા અને રસીકરણ અંગે જનજાગૃતિનું સર્જન કરવા ખૂબ જ ઉપયોગી નિવડશે.

LPG સિલિન્ડરના બુકિંગ પર મળી રહ્યું છે 2700 રૂપિયા સુધીનું કેશબેક, આ રીતે ઉઠાવો લાભ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube