વધી રહ્યા છે કોરોનાના કેસ, કેટલી કારગર છે કોવેક્સીન? ત્રીજા ડોઝથી શું થાય છે ફાયદો?
આઇસીએમઆર અને ભારત બાયોટેકે કહ્યું કે ડેલ્ટા સંક્રમણના રિસર્ચમાં, જ્યારે અમે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે સુરક્ષાત્મક પ્રતિક્રિયાની તુલના કરી, તો અમને બૂસ્ટર ડોઝના ફાયદા જોવા મળ્યા.
Benefits Of Covaxin Booster Dose: કોવેક્સીનનો બૂસ્ટર ડોઝ કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટની સામે વેક્સીનના પ્રભાવને વધારે છે. કોવેક્સીનનો આ ડોઝ ઓમિક્રોનના બી.એ.1.1 તથા બીએ 2 વેરિએન્ટ સામે મજબૂતીથી રક્ષણ પુરૂ પાડે છે. આઇસીએમઆર અને ભારત બાયોટેકના રિસર્ચ અધ્યનમાં આ વાત કહેવામાં આવી છે.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે સીરિયન હૈમસ્ટર મોડલ (મનુષ્ય સાથે જોડાયેલી બિમારીઓનું રિસર્ચ કરનાર પશુ મોડલ) માં ડેલ્ટા વેરિએન્ટ વિરૂદ્ધ વેક્સીનેશનના બે ડોઝ તથા ત્રણ ડોઝ બાદ ભારત બાયોટેકની કોવૈક્સીનથી મળનાર સુરક્ષાત્મક ક્ષમતા તથા ઓમિક્રોનના સ્વરૂપો વિરૂદ્ધ તેના પ્રભાવનું રિસર્ચ કરવામાં આવ્યું. આ રિસર્ચના પરિણામો મંગળવારે બાયોઆરક્સિવમાં પ્રકાશિત થયા.
કોવેક્સીનના બૂસ્ટર ડોઝ માટે શું કહે છે ICMR?
આઇસીએમઆર અને ભારત બાયોટેકે કહ્યું કે ડેલ્ટા સંક્રમણના રિસર્ચમાં, જ્યારે અમે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે સુરક્ષાત્મક પ્રતિક્રિયાની તુલના કરી, તો અમને બૂસ્ટર ડોઝના ફાયદા જોવા મળ્યા. જો ગ્રુપો વચ્ચે વાયરસને નિષ્ક્રિય કરનાર એન્ટીબોડીનું સ્તર તુલનાત્મક હતું પરંતુ રસીકરણના ત્રણ ડોઝ બાદ ફેફસાંની બિમારીની ગંભીરતા ઓછી જોવા મળી.
ત્રીજા ડોઝથી શું થાય છે ફાયદો?
બીજા રિસર્ચમાં ત્રીજા ડોઝ બાદ ઓમિક્રોનના સ્વરૂપો બી.એ 1 અને બીએ 2 વિરૂદ્ધ સુરક્ષાત્મક પ્રતિક્રિયાનું રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં પ્લેસેબો ગ્રુપોના મુકાબલે રસીના ડોઝ લેનાર ગ્રુપોમાં ઓછા વાયરસ શેડિંગ, ફેફસાંનું ઓછું સંક્રમણ અને ફેફસાંની બિમારીની ગંભીરતા ઓછી જોવા મળી. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે હાલના રિસર્ચના પુરાવા જોવા મળે છે કે કોવેક્સિન બૂસ્ટર ડોઝથી સુરક્ષાત્મક પ્રતિરક્ષા વધી જાય છે અને ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટ સંબંધી બિમારીની ગંભીરતા ઓછી થઇ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube