નવી દિલ્હી: ભારતમાં અમેરિકન કંપની ફાઇબર બાદ હવે ઓક્સફોર્ડ યૂનિવર્સિટી-એક્સ્ટ્રાજેનેકા અને સીરમ ઇંસ્ટીટ્યૂટ (Serum Institute)ની સયુંક્ત વેક્સીન 'કોવિશીલ્ડ' (Covishield)ના ઇમરજન્સી એપ્રૂવલ માટે અરજી કરી દીધી છે. આ અઠવાડિયે ભારત બાયોટેક અને આઇસીએમઆર (ICMR)વાળી કોવેક્સીન  (Covaxin)પણ મંજૂરી માટે અરજી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે મળશે વેક્સીન?
આ અરજી અર્થ એ છે કે લોકો સુધી વેક્સી પહોંચવાની દિશામાં એક પગલું વધુ આગળ વધાર્યું છે. પરંતુ મોટો સવાલ એ છે કે તમારા સુધી કઇ વેક્સીન પહોંચશે અને ક્યારે? જે વેક્સીનના ઉપયોગની મંજૂરી સૌથી પહેલાં મળી જશે કોરોના વેક્સીન (Corona vaccine)બજારમાં તેની પકડ બાકીના મુકાબલે મજબૂત થઇ જશે. એટલા માટે રેસમાં બની રહેવા માટે ભારતમાં બે વેક્સીન કંપનીઓ ઇમરજન્સી યૂઝની જોગવાઇ હેઠળ ડ્રગ કંટ્રોલરના દરવાજા પર પહોંચી ચૂકી છે. 


આ પણ વાંચો: Bharat Bandhના ઠીક પહેલાં કેન્દ્રએ જાહેર કરી એડવાઇઝરી, રાજ્યોને આપ્યા આ નિર્દેશ


ક્યાં સુધી મળે છે ઇમરજન્સી મંજૂરી?
ભારતમાં કોઇપણ દવા અથવા વેક્સીના ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાની મંજૂરી જરૂરી હોય છે. આ મંજૂરી માટે અરજી ટ્રાયલ પુરી થયા અને સ્વતંત્ર એજન્સી દ્વારા ટ્રાયલનું વિશ્લેષણ કર્યા પછી ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)માં ઇમરજન્સીનો હવાલો આપતાં તમામ કંપનીઓ વેક્સીન (Corona Vaccine) ના ઉપયોગ માટે ઇમરજન્સી મંજૂરી હેઠળ અરજી કરી રહી છે. આ અરજી ક્યાર સુધી કરવામાં આવે છે જ્યારે કોઇ મહામારી એટલી ફેલાઇ જાય જેના લીધે મોત અને બિમારીનો આંકડો વધી જાય છે. 


કરવો પડશે ડેટા સાર્વજનિક
ટ્રાયલ પુરી કર્યા બાદ સામાન્ય રીતે વેક્સીનનો ડેટા સાર્વજનિક કરવો પડે છે. ડેટા સાર્વજનિક કરવાની રીત હોય છે કોઇ પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ પાસે રિસર્ચ અને તેના પરિણામોનું વિસ્તૃત વિવરણ મોકલવામાં આવે. જો જર્નલ પ્રકાશિત કરનાર સંતુષ્ટ થાય છે ત્યારે તે ડેટાને પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારબાદ સ્વતંત્ર એજન્સીઓ આ દાવાની તપાસ કરે છે. ભારતમાં ડ્રગ કંટ્રોલરની એક્સપર્ટ કમિટી વેક્સીન કંપનીના દાવાની તપાસ કરી રહી છે. જો ફાયદો ખૂબ વધુ અને નુકસાનનો વધુ અંદેશો ન બરાબર હોય તો વેક્સીનના ઉપયોગની મંજૂરી મળી શકે છે. 


આ પણ વાંચો:  શું તમે કારના કાચ બંધ કરી AC ચાલુ રાખો છો? તો જરૂર વાંચો આ રિસર્ચ


સ્વદેશી વેક્સીનને લઇને વધુ વિશ્વાસ
એમ્સ (AIIMS)ના પૂર્વ નિર્દેશક ડો. એમસી મિશ્રાએ ભારત બાયોટેક અને આઇસીએમઆર (ICMR) વાળી કોવેક્સીન (Covaxin)નો પહેલો ડોઝ લગાવી દીધો છે. ડો. મિશ્રાના અનુસાર તેને વેક્સીન લગાવ્યા પછી કોઇ સાઇડ ઇફેક્ટ પણ થઇ નથી. આ પહેલાં આ અંદાજો લગાવી શકો છો કે સ્વદેશી વેક્સીનને લઇને વિશ્વાસ સૌથી વધુ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 


વચગાળાનું વિશ્લેષણ બાકી
અહીં તમારે એ પણ જાણવું જરૂરી છે કે અરજી બાદ પણ ટ્રાયલ પહેલાં બીજા અને ત્રીજા તબકો ચાલતો રહેશે. અત્યારે કોઇપણ તબક્કો પુરી રીતે ખતમ થયો નથી. સાથે જ વેક્સીન કંપનીઓ આ તબક્કાના આધારે એક વિશ્લેષણ કરશે કે તેમની રિસર્ચમાં સામેલ લોકો પર વેક્સીનની કેટલી અસર થઇ. તેને વચગાળા વિશ્લેષણ એટલે કે  Interim Analysis કહેવામાં આવે છે. ફાઇઝર (Pfizer) કોવિશીલ્ડ  (Covishield)નું વચગાળાનું વિશ્લેષણ થઇ ચૂક્યું છે. ફાઇઝરના કેસમાં ભારતમાં માઇનસ 70 ડિગ્રી સેન્ટિગ્રેડવાળો પડકાર છે. ફાઇઝરનું ટ્રાયલ ભારતીયો પર થયું નથી. આ વાતને જોતાં ભારતમાં ફાઇઝરને મંજૂરી મળવાનો માર્ગ મુશ્કેલ જોવા મળી રહ્યો છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube