ઓરંગાબાદ: મહારાષ્ટ્રના (Maharashtra) બીડ જિલ્લાના (Beed) અંબેજોગઈમાં એક એમ્બ્યુલન્સમાં (Ambulance) 22 મૃતદેહ એક બીજા પર મુકીને સ્મશાન સુધી લઈ જવાનો મામલો સામે આવ્યો છે. અંબેજોગઈના સ્વામી રામતીર્થ હોસ્પિટલની (Swami Ramtirth Hospital) એમ્બ્યુલન્સ નંબર MH-29/AT-0299 રવિવારના આ મૃતદેહને (Dead Body) બોડી પેકમાં ભરી એક બીજા પર મુકીને સ્મશાન ઘાટ સુધી લઈ જવાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
બીડના (Beed) જિલ્લા કલેક્ટર રવિન્દ્ર જગતાપે એમ્બ્યુલન્સ દ્વારા 22 શબને (Dead Body) લઈ જવાના મામલાની તપાસના આદેશ આપ્યા છે. અંબેજોગઇના એડિશનલ કલેકટર (Additional Collector) આ મામલે તપાસ કરશે અને તેમનો અહેવાલ રજૂ કરશે. આશ્ચર્યજનક કિસ્સામાં જિલ્લા વહીવટીતંત્રે એમ્બ્યુલન્સનો (Ambulance) અભાવ એક કારણ હોવાનું જણાવ્યું છે. મેડિકલ કોલેજના ડીન ડો. શિવાજી શુક્રેએ મંગળવારે કહ્યું કે, "હોસ્પિટલ વહીવટીતંત્ર પાસે પૂરતી એમ્બ્યુલન્સ નથી, જેના કારણે તે બન્યું."


આ પણ વાંચો:- સોનામાં ભારે ઘટાડો, સોની બજારમાં ભાવ 450 રૂપિયા ઘટ્યા, ચાંદી પણ તૂટી


અધિકારીઓએ જણાવ્યું કે ગત વર્ષે કોવિડ-19 ના પહેલા રાઉન્ડમાં તેમની પાસે પાંચ એમ્બ્યુલન્સ હતી. તેમાંથી ત્રણને પાછળથી પરત ખેંચી લેવામાં આવી હતી અને હવે હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સમાં કોવિડ દર્દીઓમાં લઈ જવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો:- કોરોના ઇફેક્ટ: IPL ને મધ્યમાં છોડી ઓસ્ટ્રેલિયા પરત ફરી શકે છે વોર્નર અને સ્મિથ


'ઈન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નથી'
અધિકારીએ એમ પણ કહ્યું, 'ક્યારેક ક્યારેક મૃતકોનાં સબંધીઓને શોધવામાં સમય લાગે છે. લોખંડી સાવરગાંવના કોવિડ-19 કેન્દ્રથી મૃતદેહને પણ અમારી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. કેમ કે તેમની પાસે કોલ્ડ સ્ટોરેજ નથી. વિભાગ તરફથી વધુ ત્રણ એમ્બ્યુલન્સ પૂરી પાડવા માટે 17 માર્ચના જિલ્લા તંત્રને પત્ર લખ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube