નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 9 રાજ્યો કેરલ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ રાજ્યોમાં નવા કેસ અને પોઝિટિવિટી  રેટ ખુબ વધુ છે. તેથી આ રાજ્યોમાં કોવિડ સર્વેલાન્સ, નિયંત્રણ અને મેનેજમેન્ટ માટે જાહેર સ્વાસ્થ્ય ઉપાયોની સમીક્ષા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં જણાવવામાં આવ્યું કે આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, અસમ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં પ્રતિ  મિલિયન જનસંખ્યા પર એવરેજ ટેસ્ટિંગ રાષ્ટ્રીય સરેરાશથી ઓછુ છે. મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશ તથા અસમમાં આરટી-પીસીઆર ટેસ્ટની ભાગીદારી ખુબ ઓછી છે. હિમાચલ પ્રદેશ, કેરલ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં રાષ્ટ્રીય એવરેજથી ઓછી છે. 


નીતિ આયોગના સભ્યો પણ રહ્યાં હાજર
આ રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટની ઘટતી સંખ્યા તત્કાલ વધારવા અને પ્રતિ મિલિયન એવરેજ દૈનિક ટેસ્ટિંગમાં સુધાર કરવાનું કહેવામાં આવ્યું હતું. આ બેઠકમાં નીતિ પંચના સ્વાસ્થ્ય સભ્ય ડો. વિનોદ પોલ પણ હાજર રહ્યાં હતા. 


આ પણ વાંચોઃ MP Local Body Election: સત્તાના સેમીફાઇનલમાં ભાજપને ઝટકો, કોંગ્રેસે આપ્યો પડકાર, જુઓ અંતિમ પરિણામ  


બેઠકમાં આપવામાં આવ્યા નિર્દેશ
1. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કોવિડ નિયંત્રણ અને મેનેજમેન્ટ રણનીતિોને લઈને કેટલાક દિશાનિર્દેશ અને સલાહ આપી છે. 


2. હાઈ પોઝિટિવિટી રેટ રિપોર્ટ કરનાર તમામ જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ વધુ કરવાની જરૂર છે. કોઈ પ્રકારની બેદરકારી આ જિલ્લામાં સ્થિતિ વધુ બગાડી શકે છે. 


3 હોમ આઇસોલેશનના કેસ પર વ્યવસ્થિત રીતે અને આકરી નજર રાખવાની જરૂર છે, જેથી તે પોતાના પાડોશ, સમુદાય, ગામ, શેરી કે વોર્ડમાં કોઈને મળે નહીં અને સંક્રમણ ન ફેલાવે. 


આ પણ વાંચોઃ પનીર પર 5%, બટર પર 12% અને મસાલા પર 5% GST, તો paneer butter masala કેટલા ટકા? સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ


4. રાજ્યોને 9 જૂન 2022ના જારી સંશોધિત સર્વેલાન્સ રણનીતિ અનુસાર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. 


5. રાજ્યોને તમામ હકારાત્મકના જિનોમ સિક્વન્સ સાથે આંતરરાષ્ટ્રીય આગમનના દર્શાવેલ પ્રમાણનું પરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવી હતી.


6. રાજ્યોને કહેવામાં આવ્યું કે તે પ્રથમ, બીજા અને પ્રિકોશન ડોઝ માટે ચાલી રહેલા ફ્રી રસીકરણ અભિયાનમાં તેજી લાવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube