Covid Update: ભારતમાં ચોથી લહેરના ભણકારા! બુલેટ ગતિથી વધ્યા દૈનિક કેસ
Covid-19 Latest Update: દેશમાં કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારતના અઠવાડિક કોવિડ કેસમાં 35 ટકાનો વધારો નોંધાયો છે.
Covid-19 Latest Update: દેશમાં કોરોનાના નવા કેસમાં મસમોટો વધારો જોવા મળ્યો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2,183 નવા કેસ નોંધાયા છે. જ્યારે અઠવાડિક કેસની વાત કરીએ તો ભારતના અઠવાડિક કોવિડ કેસમાં 35 ટકાનો વધારો નોંધાયો છે. જાન્યુઆરી બાદ પહેલીવાર કોવિડ કેસમાં આટલો વધારો જોવા મળ્યો છે. કોરોનાના અઠવાડિક કેસમાં વધારો દિલ્હી અને તેની આજુબાજુના રાજ્યોમાં વધુ થયો છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસ 35 ટકા જેટલા વધ્યા છે. જ્યારે આજે નોંધાયેલા દૈનિક કેસમાં 90 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
ભારતમાં નવા 2183 નવા કેસ
દેશની વાત કરીએ તો દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં 2,183 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,985 લોકો સાજા થયા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 214 લોકોના મોત થયા છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 11,542 છે. જ્યારે ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં 1,150 નવા કેસ નોંધાયા હતા. તે પહેલા 16મીએ 975 નવા કેસ અને 15મીએ 949 નવા કેસ નોંધાયા હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube