નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં જાણકારી આપી કે કોવિડની બીજી લહેર દરમિયાન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિશેષ રૂપથી ઓક્સિજનની કમીને કારણે કોઈ મોત થયા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં સ્વાસ્થ્ય રાજ્ય મંત્રીએ સવાલોના જવાબમાં કહી આ વાત
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ કેવી વેણુગોપાલે એક સવાલ કર્યો કે શું બીજી લહેરમાં ઓક્સિજનની ભારે કમીને કારણે રસ્તા અને હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓના મોત થયા, સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે જણાવ્યું કે, સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે. તેમના અનુસાર બધા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને નિયમિત આધાર પર કેસ અને મોતના આંકડા રિપોર્ટ કરે છે. પરંતુ કોઈ મોત થયા નથી. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિશેષ રૂપથી ઓક્સિજનની કમીની સૂચના આપવામાં આવી નથી. એક લેખિત ઉત્તરમાં તેમણે કહ્યું કે, ભારત સરકારે રાજ્યોનું સમર્થન કર્યું છે અને ઓક્સિજન પહોંચાડવા માટે ઘણી કાર્યવાહી કરી છે. એપ્રિલ-મે 2021 દરમિયાન ઝડપથી કેસમાં વધારો જોતા કોવિડ દર્દીઓની ક્લીનિકલ દેખરેખ નક્કી કરવા ચિકિત્સા ઓક્સિજન અને અન્ય ઉપભોગ્ય સામગ્રીઓની જોગવાઈ સહિત અનેક પગલા ભર્યા છે. 


આ પણ વાંચોઃ દેશમાં પહેલા પ્રાથમિક શાળા ખોલવામાં આવે, ત્યારબાદ સેકેન્ડરી પર વિચારઃ ICMR   


પ્રથમ લહેરની તુલનામાં ત્રણ ગણી થઈ ઓક્સિજનની માંગ
ડો. પવારે તે વાત પર પ્રકાશ પાડ્યો કે બીજી લહેર દરમિયાન દેશમાં મેડિકલ ઓક્સિજનની માંગ પ્રથમ લહેર દરમિયાન 3095 મેટ્રિક ટનની તુલનામાં લગભગ 9000 મેટ્રિક ટન (એમડી) સુધી પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે, હોસ્પિટલોમાં ચિકિત્સા ઓક્સિજનની આપૂર્તિ સંબંધિત હોસ્પિટલ અને ચિકિત્સા ઓક્સિજન સપ્લાયર વચ્ચે કોન્ટ્રાક્ટ સંબંધી વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. પરંતુ બીજી લહેર દરમિયાન ચિકિત્સા ઓક્સિજનની માંગમાં અભૂતપૂર્વ વૃદ્ધિને કારણે દેશમાં માંગ લગભગ 9000 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી. 


પ્રથમ લહેર દરમિયાન 3095 મેટ્રિક ટનની તુલનામાં કેન્દ્ર સરકારે રાજ્યોને સમાન વિતરણની સુવિધા માટે પગલા ભરવા પડ્યા હતા. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને બધા હિતધારકો જેમ કે સંબંધિત મંત્રાલયો, નિર્માતાઓના પરામર્શથી ચિકિત્સા ઓક્સિજનની ફાળવણી માટે એક ગતિશીલ અને પારદર્શી માળખુ અને તરણ ઓક્સિજન વગેરેના સપ્લાયર તૈયાર કરવામાં આવ્યા હતા. એક અન્ય પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર દ્વારા મોત છુપાવવાનો કોઈ રિપોર્ટ નથી. 


આ પણ વાંચોઃ દેશમાં 68 ટકા જનસંખ્યા થઈ કોરોના સંક્રમિત, બાળકોમાં પણ મળી એન્ટીબોડીઃ સીરો સર્વે


રાજ્યોએ મોતોના આંકડાને કર્યા સંશોધિત
ડો. પવારે કહ્યું કે, રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર દ્વારા મોતને છુપાવવાનો કોઈ રિપોર્ટ નથી. પરંતુ કેટલાક રાજ્યોએ મૃત્યુદરના આંકડાને મેળવવાના આધાર પર પોતાના આંકડા સંશોધિત કર્યા છે. મહામારીની યોગ્ય તસવીર મેળવવા માટે તેવા રાજ્યોને સલાહ આપવામાં આવી કે તે તારીખો અને જિલ્લાના સંદર્ભમાં પોતાના ડેટાને યોગ્ય રીતે તૈયાર કરે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube