નવી દિલ્હીઃ દેશમાં જારી કોરોના વાયરસની લહેર (Coronavirus second wave) ને કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. કોરોનાના દરરોજ 3.5 લાખ કરતા વધુ કેસ સામે આવી રહ્યાં છે તો હજારો લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. પરંતુ વધુ એક ખતરો જે સંક્રમણની બીજી લહેરમાં જોવા મળી રહ્યો છે તે બાળકોનું સંક્રમિત થવું (Corona Infection in kids). કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો પણ સંક્રમિત થી રહ્યાં છે. તેને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રથમવાર બાળકો માટે કોવિડની અલગ ગાઇડલાઇન  (Covid-19 guidelines for kids) જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંક્રમિત બાળકો માટે ગાઇડલાઇન જાહેર
તેવા બાળકો જેમાં સંક્રમણ તો છે પરંતુ તેનામાં બીમારીના કોઈ ગંભીર લક્ષણો જોવા મળી રહ્યાં નથી, તેવા બાળકો માટે કોઈ પ્રકારની સારવારની સલાહ આપવામાં આવી નથી. પરંતુ તેમાં સંભવિત લક્ષણો વિશે ધ્યાન રાખવાનું જરૂર કહેવામાં આવ્યું છે  (Keep an eye on symptoms).  સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બે ડોક્યૂમેનટ્ જાહેર કરવામાં આવ્યા છે જેમાંથી એક છે બાળકોને હોમ આઇસોલેશનમાં રાખવા માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન અને પીડિએટ્રિક એજ ગ્રુપ એટલે કે બાળકોની સારવાર માટે મેનેજમેન્ટ પ્રોટોકોલ. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube