નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીએ ફરી ગતિ પકડી છે. ગત 24 કલાકમાં કોરોનાના 8,329 નવા કેસ નોંધાયા છે, જે શુક્રવારની તુલનામાં 9.8 ટકા વધુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 84.08% નવા કેસ પાંચમાંથી સામે આવ્યા છે, જેમાં એકલા મહારાષ્ટ્રમાંથી 36.99% છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં 3,081 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર ઉપરાંત કેરલમાં 2,415, દિલ્હીમાં 655, કર્ણાટકમાં 525 અને હરિયાણામાં 327 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 24 કલાકમાં કોરોનાથી 10 લોકોના મોત થયા છે. જેથી મૃતકોની સંખ્યા વધીને 5,24,757 થઇ ગઇ છે. ભારતનો રિકવરી રેટ હવે 98.69 ટકા છે. 


મહારાષ્ટ્રમાં મળ્યો BA.5 વેરિએન્ટ
મહારાષ્ટ્રમાં સાત જૂનના એક મહિલામાં BA.5 વેરિએન્ટ પણ મળ્યો હતો. ચિંતાની વાત એ છે કે પ્રદેશમાં BA.5 વેરિએન્ટના દર્દીઓનો સિલસિલો ફરી શરૂ થઇ ગયો છે. આ પહેલાં મહારાષ્ટ્રમાં 28 મેના રોજ BA.4 ના ચાર અને BA.5 ના ત્રણ દર્દી સામે આવ્યા હતા. દેશમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધવા પાછળ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.4 અને BA.5 ને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. 


કેન્દ્ર સરકારે કર્યું એલર્ટ
દેશમાં વધતા જતા કોરોનાના કેસને જોતાં કેન્દ્ર સરકાર એલર્ટ પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ચાર મહિનાથી સંક્રમણ ઓછું થઇ રહ્યું હતું, પરંતુ બે અઠવાડિયાથી નવા કેસ વધી રહ્યા છે. વીકલી પોઝિટીવિટી રેટ 1% અને ડેલી પોઝિટીવિટી રેટ 2% ને પાર જતો રહ્યો છે. 


તેમણે જણાવ્યું કે રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તે કોવિડ ટેસ્ટિંગમાં RTPCR ની ભાગદારી વધશે. આ સાથે જ વિદેશથી આવનાર મુસાફરો અને લોકલ ક્લસ્ટરના સેમ્પલ પણ જીનોમ સિક્વેંસિંગ માટે મોકલવામાં આવે, જેથી નવા વેરિએન્ટની ખબર પડી શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube