Covid India Updates: દેશમાં 68 ટકા જનસંખ્યા થઈ કોરોના સંક્રમિત, બાળકોમાં પણ મળી એન્ટીબોડીઃ સીરો સર્વે
ICMR ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો જૂન-જુલાઈમાં 21 રાજ્યોના 70 જિલ્લામાં કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ દેશભરમાં કરાવવામાં આવેલા સીરોલોજિકલ સર્વેમાં 67.6 ટકા લોકો પોઝિટિવ આવ્યા છે. જેનો અર્થ છે કે આટલા ટકા લોકો પહેલા જ સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે અને તેના શરીરમાં કોવિડ-19 વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત થઈ ચુકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, દેશમાં કરાવવામાં આવેલા સીરો સર્વેમાં 67.7 ટકા લોકો સીરો પોઝિટિવ આવ્યા છે. આ સર્વે જૂન-જુલાઈમાં કરાવવામાં આવ્યો છે.
ICMR ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો જૂન-જુલાઈમાં 21 રાજ્યોના 70 જિલ્લામાં કરવામાં આવ્યો હતો. તેમાં 6-17 વર્ષની ઉંમરના બાળકો સામેલ હતા. તેમણે કહ્યું કે, સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા સ્વાસ્થ્ય કર્મીઓમાં 85 ટકામાં સાર્સ-સીઓવી-2 વિરુદ્ધ એન્ટીબોડી મળી છે, જ્યારે સ્વાસ્થ્ય કર્મીઓમાં 10 ટકાને અત્યાર સુધી રસી લાગી નથી.
ડ્રોન દ્વારા દિલ્હીમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર? સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યું
કોરોના વિરુદ્ધ વેક્સિન છે ઉપયોગી
સીરો સર્વોમાં સામેલ 12,607 લોકો એવા હતા, જેણે વેક્સિન લીધી નથી. 5038 એવા હતા જેને એક ડોઝ લાગ્યો હતો અને 2631 ને બંને ડોઝ લાગ્યા હતા. સર્વેમાં સામે આવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લેનારામાં 89.8 ટકા એન્ટીબોડી બની. તો એક ડોઝ લેનારામાં 81 ટકા એન્ટીબોડી બની છે. તેણે વેક્સિન નથી લીધી એવા 62.3 ટકા લોકોમાં એન્ટીબોડી મળી. તેવામાં એવું માની શકાય છે કે વેક્સિન લીધા બાદ એન્ટીબોડી બની રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube