નવી દિલ્હી: જો જાન્યુઆરી જેવી બેદરકારી વર્તવામાં આવી તો કોરોના સંક્રમણની ત્રીજી લહેર વધુ ભયાનક બનશે. સ્થિતિ વણસતા દેશમાં રોજ પાંચ લાખ સુધીના દૈનિક કેસ પણ નોંધાઈ શકે છે. ત્રીજી લહેરનો પીક પણ સપ્ટેમ્બરમાં આવી શકે છે. આ વાત આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. રાજેશ રંજન અને પ્રો.મહેન્દ્ર વર્માએ કરી. તેમણે કહ્યું કે અત્યારથી સાવધાની વર્તવાની જરૂરિયાત છે. તેના દ્વારા ત્રીજી લહેરના પ્રભાવને ઓછો કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ આ દાવો એ આધારે કર્યો કે દેશ 15 જુલાઈ સુધીમાં સંપૂર્ણ રીતે અનલોક થઈ જશે. જો કે તેમાં તેમણે રસીકરણને સામેલ કર્યું નથી. આઈઆઈટીના પ્રોફેસર રાજેશ રંજન અને પ્રો.મહેન્દ્ર વર્માએ ગાણિતીક મોડલ સર તૈયાર કર્યું છે. જેના આધારે ત્રીજી લહેરને લઈને દેશને અલર્ટ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકોએ ત્રણ રિપોર્ટ રજુ કર્યા છે. વર્તમાનમાં જે સ્થિતિ રહી છે જો તેવી જ સ્થિતિ રહી તો ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર દરમિયાન દૈનિક 3 લાખ કેસ આવવાની શક્યતા છે. પહેલી લહેર બાદ જાન્યુઆરીમાં દેશની જે સ્થિતિ હતી એટલે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને નજર અંદાજ કરાયું હતું તેવી જ સ્થિતિ જો જુલાઈમાં અનલોક થયા બાદ રહી તો હાલાત ઘાતક સાબિત થશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ઓગસ્ટથી જ સ્થિતિ વણસવાની શરૂઆત થઈ જશે.  Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube