નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ સામે ચાલી રહેલા જંગમાં સોમવારથી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને ફ્રી વેક્સિન આપવામાં આવશે. 7 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર બધા રાજ્યોને ફ્રીમાં વેક્સિન આપશે જેથી વયસ્કોને આ વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય. પીએમ મોદીની આ જાહેરાત બાદ હવે 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો ફ્રી વેક્સિન લઈ શકશે. પરંતુ કેટલાક રાજ્યોએ પહેલા જ ફ્રી વેક્સિનની જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા લોકોના મનમાં તે સવાલ છે કે સોમવારથી ફ્રી વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થયા બાદ શું તેણે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન કેન્દ્ર પર જવાનું છે. તેનો જવાબ છે કે સરકારી અને ખાનગી બધા વેક્સિન કેન્દ્રો પર જ રજીસ્ટ્રેશન કરાવવાની સુવિધા ઉપલબ્ધ હશે. એટલે કે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તમે વેક્સિન લેવા માટે સીધા સેન્ટર પર પહોંચી જાવ ત્યાં રજીસ્ટ્રેશન થઈ જસે. કોવિન કે આરોગ્ય સેતુ એપ પર પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. 


આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદી 7માં યોગ દિવસ કાર્યક્રમને કરશે સંબોધિત, જાણો તમામ વિગતો


કેન્દ્ર સરકાર તરફથી પહેલાથી માહિતી આપવામાં આવી છે કે રાજ્યોએ રસી નિર્માતા કંપનીઓ પાસેથી સીધી ખરીદી કરવાની રહેશે નહીં. કેન્દ્ર 75 ટકા વેક્સિનની ખરીદી કરશે અને રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને ઉપલબ્ધ કરાવશે. મહત્વનું છે કે અત્યાર સુધી દેશમાં કરોડો લોકોને વેક્સિન મળી છે. હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ તેમાં સામેલ થઈ જશે. બધા દેશવાસીઓ માટે ભારત સરકાર ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવશે. 


દેશમાં બની રહેલી વેક્સિનથી 25 ટકા ખાનગી સેક્ટરની હોસ્પિટલ સીધી લઈ શકે, તે વ્યવસ્થા પહેલાની જેમ યથાવત રહેશે. ખાનગી હોસ્પિટલ, વેક્સિનની નિર્ધારિત કિંમત ઉપરાંત એક ડોઝ પર વધુમાં વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઈ શકશે. તેના પર નજર રાખવાની જવાબદારી રાજ્ય સરકારોની પાસે રહેશે. 


સરકારે આ વર્ષના અંત સુધી 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોના રસીકરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ વર્ગની વસ્તી લગભગ 90-95 કરોડ વચ્ચે છે. આ પ્રમાણે 180-190 કરોડ ડોઝ લગાવવાની જરૂર પડશે. રવિવારે સવારે આઠ કલાક સુધીના આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 27.62 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube