નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુરમાં વેક્સીનેશન સર્ટિફિકેટ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર હટાવી લેવામાં આવશે. આવું એટલા માટે કારણ કે આ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આ રાજ્યોમાં આદર્શ આચાર સંહિતા પણ લાગૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીટીઆઈ-ભાષાએ સૂત્રોના હવાલાથી કહ્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મોદીની તસવીરને રસીના પ્રમાણપત્રથી હટાવવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર લગાવશે. ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી 10 જાન્યુઆરીથી 7 માર્ચ વચ્ચે સાત તબક્કામાં યોજાશે અને મત ગણતરી 10 માર્ચે થશે. 


આ પણ વાંચોઃ કોરોનાની રાજધાની બની રહ્યાં છે દિલ્હી અને મુંબઈ! ડરાવનારા છે આજના આંકડા  


ચૂંટણી કાર્યક્રમોની જાહેરાતની સાથે સરકારો, ઉમેદવારો અને રાજકીય દળો માટે આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. એક સત્તાવાર સૂત્રોએ જણાવ્યું, આદર્શ આચાર સંહિતા લાગૂ થવાને કારણે આ પાંચ ચૂંટણી રાજ્યોમાં લોકોને જારી થનારી કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રોથી પ્રધાનમંત્રીની તસવીર હટાવવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર લગાવશે. 


માર્ચ 2021માં, સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક રાજકીય પક્ષોની ફરિયાદ બાદ ચૂંટણી પંચના સૂચન પર અસમ, કેરલ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં ચૂંટણી દરમિયાન પણ આ પ્રકારના પગલાં ભર્યા હતા. મહત્વનું છે કે આ પાંચ રાજ્યોમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે ચૂંટણી કરાવવાની છે. તો 10 માર્ચે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube