આજથી 15 થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સીનેશનનું રજિસ્ટ્રેશન શરૂ
નવા વર્ષ પર 15-18 વર્ષના બાળકોના કોરોના રસીકરણ (COVID Vaccination) માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે 25 ડિસેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15-18 વર્ષની વયના લોકો માટે રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: નવા વર્ષ પર 15-18 વર્ષના બાળકોના કોરોના રસીકરણ (COVID Vaccination) માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે 25 ડિસેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15-18 વર્ષની વયના લોકો માટે રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 3 જાન્યુઆરીએ સોમવારથી તેની શરૂઆત કરવામાં આવશે. આ સાથે પીએમએ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે પણ મોટી જાહેરાત કરી હતી.
પીએમે કહ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસીનો ત્રીજો પ્રિકોશન ડોઝ ( Precaution Dose) આપવામાં આવશે. તેની શરૂઆત 10 જાન્યુઆરી 2022 થી શરૂ થશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે 15-18 વર્ષની વય જૂથ માટે રસીકરણના સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ શ્રેણીમાં માત્ર 'કોવેક્સિન' આપવા જણાવ્યું છે. ભારતમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે રસીકરણનું કામ તેજ થયું છે.
BSNL ની ધમાકેદાર Offer! નજીવી કિંમતમાં 425 દિવસ સુધી દરરોજ મેળવો અનલિમિટેડ ડેટા અને બીજું ઘણું બધુ
કોવિન પોર્ટલ પર બુક કરી શકો છો તમારો સ્લોટ
તમને જણાવી દઇએ કે બાળકો માટે કોવેક્સિનની વધારાના ડોઝ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવશે. રસી લેતી વખતે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. કોરોનાનો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા અડધો કલાક રસી કેન્દ્રમાં રહેવું પડશે. આ દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. બાળકોને પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ પછી જ રસીનો બીજો ડોઝ મળશે. તમે તમારા મોબાઈલ અથવા લેપટોપ પર કોવિન પોર્ટલ દ્વારા રસીનો પ્રથમ ડોઝ બુક કરી શકો છો. આ માટે તમે તમારા મોબાઇલ નંબર સાથે એકાઉન્ટ બનાવીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
રસીના સ્લોટ પર પણ કરાવી શકાય છો રજિસ્ટ્રેશન
તમને જણાવી દઈએ કે તમે રસીના સ્લોટ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી નોંધણી કરાવી શકો છો. દિલ્હીમાં રસીકરણની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બાળકોનું રસીકરણ કરવામાં આવશે. હાલમાં ફક્ત બાળકો માટે જ રસી છે, તેથી બાળકો જે-જે કેન્દ્રો પર કોવૈક્સીનનો ડોઝ ઉપલબ્ધ હશે ત્યાં બાળકોને વેક્સીન લાગી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube