Corona Cases in India: દેશભરની સરકારી હોસ્પિટલોમાં આજે મોકડ્રિલ, જાણો કોરોના અંગે ગુજરાતની કેવી છે તૈયારી
Coronavirus Live Updates: ગુજરાત સહિત દેશની તમામ સરકારી હોસ્પિટલમાં આજે હાથ ધરાશે મોકડ્રિલ, ઓક્સિજન પ્લાન્ટ અને બેડની વ્યવસ્થા અંગે કરાશે સમીક્ષા.
Corona Updates: ચીનથી ફરી એકવાર કોરોનાનું સંક્રમણ દુનિયાભરમાં ફેલાઈ રહ્યું છે. જેની સીધી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાત પણ કોરોનાની ઝપેટથી બાકાત નથી. જેને પગલે ગુજરાત સહિત દેશભરમાં આજે સરકારી હોસ્પિટલોમાં કોરોના સંદર્ભે મોકડ્રિલ રાખવામાં આવી છે. જેમાં અચાનક વધારે પડતા કેસ આવે અથવા સ્થિતિ વધુ વણસે ત્યારે કઈ રીતે પરિસ્થિતિ પર કાબુ મેળવવો એ શિખવવાનો પ્રયાસ કરવામાં આવશે. અને હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરોને પણ આ પરિસ્થિતિ સામે કઈ રીતે લડી શકાશે અને હાલ જેતે હોસ્પિટલની ક્ષમતાઓ અંગે પણ વાસ્તવિક ચિતાર સામે આવે તે આશયથી આ મોકડ્રિલ યોજવામાં આવી રહી છે.
ગુજરાત સહિત દેશની તમામ સરકારી હોસ્પિટલમાં આજે હાથ ધરાશે મોકડ્રિલ, ઓક્સિજન પ્લાન્ટ અને બેડની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવશે. લોકડાઉન દરમિયાન ભારતમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા અને તેનું પાલન ન કરવા બદલ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં તેમજ વડોદરાની સરકારી હોસ્પિટલમાં પણ મોકડ્રિલનું આયોજન કરાયું છે. આ મોકડ્રિલ સમયે ભાજપના ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ ત્યાં ખડેપગે રહીને પરિસ્થિતિ પર કઈ રીતે કાબુ મેળવવો તેમાં સહભાગી થશે.
કોરોનાની વેક્સિનની ખેંચ પડતા રાજ્ય સરકારે નવો સ્ટોક મગાવ્યો છે. સુરત, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક શહેરોમાં કોવિડ માટેની રસીનો સ્ટોક લગભગ ખૂટી જાય તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં સરકારે નવો સ્ટોક મંગાવ્યો હોવાનું રાજ્ય સરકારના સૂત્રો પાસેથી માહિતી મળી છે. કોવિડના સંક્રમણમાં હાલ રાજ્યમાં સામાન્ય વધારો થયો છે. આ તરફ ચીન અને અમેરિકા સહિતના દેશોમાં કેસ વધવાનું શરૂ થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારે અમુક નિયંત્રક પગલાં લેવાની જાહેરાત કરી છે.
કોવિડ-19 કેસનો સામનો કરવા માટે ભારત મંગળવારે હોસ્પિટલોમાં 'મોક ડ્રિલ' કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કહ્યું કે ચીન અને અન્ય દેશોમાં સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યારે સાવચેતીનાં પગલાં લેવાં પડશે. આ અંતર્ગત દેશની કોવિડ હોસ્પિટલોમાં યોજાનારી 'મોક ડ્રીલ'માં રાજ્યના તમામ આરોગ્ય મંત્રીઓ તેમના સ્તરે ભાગ લેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ડોકટરો સાથેની બેઠકમાં, તેમણે કહ્યું, "આ પ્રકારની કસરત અમારી ઓપરેશનલ તૈયારીમાં મદદ કરશે. જો કોઈ ખામીઓ હશે તો તેને દૂર કરવામાં મદદ કરશે અને પરિણામે અમારા જાહેર આરોગ્ય પ્રતિભાવને મજબૂત બનાવશે.
ઉલ્લેખનીય છેકે, વર્ષ 2020 થી 21 સુધી આખી દુનિયાએ કોરાના મહામારીનું ભયાનક સ્વરૂપ જોયું. તેની ગંભીરતા જોઈને તમામ દેશોએ કડક નિયમો અને નિયમો બનાવવા પડ્યા. તેનું પાલન ન કરનારાઓ પર શિક્ષા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી હતી. એ જ રીતે, કોવિડ રોગચાળાની ટોચ પર, લોકડાઉન દરમિયાન ભારતમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા અને તેનું પાલન ન કરવા બદલ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.